Categories: Gujarat

ચેન્નઈ ઇફેક્ટઃ મ્યુનિ. કોર્પો.અે સોસાયટીમાં ૮૦ઃ૨૦ની ડ્રેનેજ લાઈનમાં શરતોની ભરમાર મૂકી

અમદાવાદ: દેશનું મેટ્રો સિટી ચેન્નઈ અતિ વર્ષાના કારણે વરસાદી પાણીમાં ડૂબી ગયું છે. ચેન્નઈ સંકટથી અમદાવાદ કોર્પોરેશન સફાળું કુંભકર્ણી નિદ્રામાંથી જાગી ગયું છે.

મુખ્યમંત્રી સ્વર્ણિમ સહાય યોજના હેઠળ ખાનગી સોસાયટીઅોમાં અાંતરિક રસ્તા ઉપર ડામર પેવિંગ, પથ્થર પેવિંગ, રિસરફેસિંગ, સિમેન્ટ-કોક્રીંટના રોડ, પાણીની પાઈપલાઈન તથા જરૂરિયાત પ્રમાણેની સ્ટ્રીટલાઈટની કામગારી હેઠળ રાજ્ય સરકાર તરફથી મ્યુનિ. તિજેારીને રૂ. ૩૨૦ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. જે પૈકી રૂ. ૩૬૬.૫૨ કરોડની નાણાકીય સહાય કોર્પોરેશનને મળી ચૂકી છે. અા યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. ૩૫૯ કરોડ ખર્ચાઈ ચૂક્યા છે.

નવી ડ્રેનેજ લાઈન નાંખવાના કામની અરજીમાં અત્યાર સુધી ‘ધકેલ પંચા દોઢસો’ જેવું જ હતું. સત્તાધીશો ડ્રેનેજ લાઈનની રકમની રસીદ સોસાયટીની નોંધણી, ૭/૧૨નો ઉતારો, સોસાયટીનો કાપનો અાગ્રહ રાખતા હતા.

પરંતુ ચેન્નઈ જળબંબાકાર થવાથી હવે સરકારી તંત્રે જે તે સોસાયટીઅો પાસે સાત નિયમોની શરત મૂકી છે. અા નિયમો પાળવાની જે તે સોસાયટીના ચેરમેન-સેક્રેટરી તંત્રને લેખિતમાં બાંયધરી અાપવાની રહેશે.

ડ્રેનેજ લાઈન પર દબાણ ન થવું જોઈઅે તેમ જ વરસાદી પાણીનો નિકાલ, કોમર્શિયલ-ઇન્ડસ્ટ્રીયલ, મોટર-સ્કૂટર ગેરેજ, મટનની દુકાન-ફૂટલાઈનની દુકાન, નવી નાખેલી ડ્રેનેજ લાઈનમાં ન થાય તેવી બાંયધરી સોસાયટીના ચેરમેન-સેક્રેટરીઅે અાપવી પડશે! ડ્રેનેજ લાઈનના પેનહોલ રોડ લેવલે રાખી તેની નોંધ ચેરમેનોઅે રાખવાની રહેશે! અને તે મુજબનો કરારપત્ર સામેલ કરવો પડશે.ઘર ઘરનું ડ્રેનેજ કનેક્શન ગલી ટ્રેપ હોય તેવી જવાબદારી પરત છે તે સોસાયટીના તમામ સભ્યોની સહી જોઈઅે. એટલે કે ચેન્નઈ ઇફેક્ટથી તંત્ર અાકરા પાણીઅે થયું છે પરંતુ અામાંથી કેટલા નિયમો પળાશે તે મહત્વની બાબત બની રહેશે.

કોર્પોરેશનની ડ્રેનેજ લાઈનમાં વરસાદી પાણી, કેમિકલનું પાણી, મટન સહિતનો કચરો ઠલવાય છે. રોડ પર ડામરના ઘટની નીચે ગટરનાં ઢાંકણાં દબાઈ જાય છે. મેેનહોલનાં ઢાંકણાં ભાગ્યે જ રોડ લેવલે હોય છે તેમ છતાં તંત્ર લોકો પાસે અાવા નિયમોની પાળવાની બાંયધરી માગવાનું છે!

admin

Recent Posts

દુકાનમાં ભીષણ આગઃ ગેસનાં બે સિલિન્ડર બોમ્બની જેમ ફાટ્યાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના ઇન્કમટેક્સ ખાતે આવેલ સી.યુ.શાહ કોલેજની સામે ફાસ્ટફૂડની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટથી આગ લાગતાં ગેસના બે…

6 hours ago

નવા CBI ડાયરેકટર કોણ? આજે પીએમના અધ્યક્ષપદે બેઠક

(એજન્સી) નવી દિલ્હી: દેશની સૌથી મોટી તપાસ સંસ્થા સીબીઆઇ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. એક બાજુ આજે સીબીઆઇના નવા ડાયરેકટરની…

6 hours ago

બિન ખેતી બાદ હવે પ્રીમિયમની કામગીરી પણ ઓનલાઈન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: રાજ્ય સરકારે જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫ હેઠળ અપાતી બિન ખેતી (નોન એગ્રીકલ્ચર-એનએ)ની પરવાનગી મેળવવાની કાર્ય પદ્ધતિને હવે…

6 hours ago

ગળામાં ઈન્ફેક્શન, શરદી, ખાંસીથી હજારો અમદાવાદીઓ પરેશાન

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં કાતિલ ઠંડી ભેજના પ્રમાણમાં વધારો ,અને વાતાવરણમાં અચાનક પલટો આવતાં લોકો શરદી,તાવ ગળામાં દુખાવો જેવાં અનેક…

7 hours ago

શંકરસિંહ વાઘેલા 29મીએ અમદાવાદમાં NCPમાં જોડાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: જનવિકલ્પ મોરચાના અધ્યક્ષ અને રાજ્યના કદાવર નેેતા શંકરસિંહ વાઘેલા આગામી તા.ર૯ જાન્યુઆરીએ એનસીપીમાં જોડાવાના છે. આ અંગે…

7 hours ago

ઈસરો આજે લોન્ચ કરશે દુનિયાનો સૌથી નાનો સેટેલાઈટ ‘કલામસેટ’

(એજન્સી) નવી દિલ્હી: આજે ઈસરો દુનિયાનો સૌથી નાનો સેટેલાઈટ કલામસેટ લોન્ચ કરશે. પોલર સેટેલાઈટ લોન્ચ વિહિકલ (પીએસએલવી) સી-૪૪ હેઠળ કલામસેટ…

7 hours ago