ગરીબોના આવાસ મામલે મ્યુનિ. બજેટ બેઠકમાં હોબાળો મચ્યો

અમદાવાદ: આજે સવારે ૧૦ વાગ્યે મળેલી મ્યુનિ. બજેટ બેઠક દરમિયાન ગરીબોના આવાસ અંગેના મામલે બોર્ડમાં ભારે હોબાળો મચ્યો હતો. આ લખાય છે ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરો ઉગ્ર વિરોધ કરતા મેયરના ડાયસ સુધી ધસી આવ્યા હતા. સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલે ઝૂંપડપટ્ટી ત્યાં મકાનના મામલે રજૂઆત કરતાં શાસક પક્ષના કોર્પોરેટર મયૂર દવેની સોનિયા ગાંધી અંગેની ટિપ્પણીથી વિપક્ષ કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાયા હતા.

વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતાઓ બદરુદ્દીન શેખ, સુરેન્દ્ર બક્ષી, ઇકબાલ શેખ વગેરે ભારે વિરોધ કરતા જણાવ્યું હતું કે ભાજપે ૧૫ લાખ મકાનો બાંધવાની વાત કરી હતી તેનું શું થયું? દરેકને બેન્ક એકાઉન્ટમાં ૧૫ લાખ રૂપિયા જમા કરવાના બણગાં ફૂંકાયા હતાં. સોનિયા ગાંધીનો ઉલ્લેખ શા માટે કરો છો? જ્યારે કોંગ્રેસ સત્તા પર જ નથી. આ મુદ્દે હોબાળો વધતાં બોર્ડમાં ભારે શોરબકોર ફેલાઇ ગયો હતો.

You might also like