Categories: Gujarat

મુઠ્ઠીભર કર્મચારીઓએ ત્રણ મ્યુનિ. ડેપ્યુટી કમિશનરનો ઘેરાવ કર્યો!

અમદાવાદઃ મ્યુનિ. કોર્પો.માં અનુભવી ઉચ્ચ અધિકારીઓની અછત સર્જાઇ છે. અત્યાર સુધી આવા બાહોશ ઉચ્ચ અધિકારીઓ મ્યુનિ. સ્ટાફની ઉપર શિસ્તની લગામ કસીને રાખતા હતા, જ્યારે બીજી તરફ કમિશનર સુધ્ધાં બદલાઇ જવાથી ગઇ કાલે તો દિવસભર તંત્રમાં જબ્બર શૂન્યાવકાશ સર્જાયો હતો. આનો ગેરલાભ મુઠ્ઠીભર ઉદંડ કર્મચારીઓએ લઇને ત્રણ-ત્રણ ડેપ્યુટી કમિશનરનો ઘેરાવ કરતાં લોકો સ્તબ્ધ બની ગયાં હતાં.

સાંજે રાબેતા મુજબ સ્ટેન્ડિંગ કમિટીની અઠવાડિક બેઠક યોજાઇ હતી. સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલ બેઠક આટોપીને સીધા સામે આવેલી પોતાની એસી ઓફિસમાં જતા રહ્યા હતા. અન્ય સ્ટેન્ડિંગ સભ્યો અને અધિકારીઓ પણ વિખરાઇ રહ્યા હતા. દરમ્યાન બેઠક કક્ષના એક દરવાજે અંદર ઘૂસવા કેટલાક કર્મચારીઓ રાહ જોઇ રહ્યા હતા.

એક યુનિયન સાથે સંકળાયેલા આ કર્મચારીઓએ શિડ્યુલની ખાલી જગ્યા, વારસદારને નોકરી વગેરે કેટલાક પૂરક પ્રશ્નો અંગે બેઠક કક્ષમાં જ કે.એલ. બચાણી, સી.અાર. ખરસાણ અને આર્જવ શાહ એમ ત્રણ-ત્રણ ડેપ્યુટી કમિશનરોને ઘેરી લીધા હતા તેમજ કોર્પોરશનના અન્ય સ્ટાફની હાજરીમાં ત્રણેય ડેપ્યુુટી કમિશનર પર સવાલોની ઝડી વરસાવીને તેમની હાલત કફોડી કરી નાખી, જોકે આશ્ચર્યજનક રીતે અેક પણ ડેપ્યુટી કમિશનરે કડકાઇપૂર્વક એમ કહ્યું નહીં કે આ જાહેરમાં ચર્ચા કરવાનો વિષય નથી. તમે મારી ચેમ્બરમાં આવો. આના બદલે કર્મચારીઓની ઉગ્ર રજૂઆતથી જેમ તેમ પીછો છોડાવી ડેપ્યુુટી કમિશનરો બેઠક કક્ષની બહાર આવ્યા તો પણ સ્થિતિ જૈસે થે જ રહી.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago