મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવજાત બાળકોને સ્વાસ્થ્ય કાર્ડ અપાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજે સ્માર્ટ સિટી વાર્ષિકોત્સવ ઉજવાઇ રહ્યો છે. આ વાર્ષિકોત્સવ અંતર્ગતના વિવિધ આયોજનોમાં સ્માર્ટ સિટી અમદાવાદનાં નવજાત બાળકોને સ્માર્ટ બાલ સ્વાસ્થ્ય કાર્ડ અપાશે.

પ્રારંભમાં બાલ સ્વાસ્થ્ય કાર્ડ પ્રોજેકટમાં ચાલુ જૂન મહિનામાં જન્મેલાં પાંચ હજાર નવજાત શિશુઓને આવરી લેવાશે. પરંતુ આવનારા દિવસોમાં ઘરે બેઠા જે તે વાલીના મોબાઇલમાં રસીકરણના કાર્યક્રમની માહિતી મળી જશે. પ્રારંભમાં પાંચ હજાર બાળકોના વાલીને બાલ સ્વાસ્થ્ય કાર્ડ અપાશે.
બાલ સ્વાસ્થ્ય કાર્ડમાં બાળકનાં જન્મ લઇને રસીકરણ સંબંધિત તમામ માહિતી સંગ્રહિત કરાશે.

એટલે કાર્ડ ધારક બાલ સ્વાસ્થ્ય કાર્ડ લઇને સરકારી કે ખાનગી દવાખાનામાં પોતાનાં બાળકને રસી અપાવવા જશે તો આ કાર્ડમાં અપાયેલી રસીની વિગત પણ નોંધાઇ જશે.

You might also like