મ્યુનિ.ની ૧૨ નવી અાવાસ યોજના મહાદેવને સમર્પિત!

728_90

અમદાવાદ: તાજેતરમાં મળેલી હાઉસિંગ કમિટીમાં ભાજપના શાસકોએ કોર્પોરેશનની કુલ બાર આવાસ યોજનાનું નામકરણ દેવાધિદેવ મહાદેવનાં વિભિન્ન નામોનાે આધાર કરતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે.

તાજેતરમાં મહાશિવરાત્રીના પાવન પર્વે કોર્પોરેશન દ્વારા નિર્મિત એલઆઇજી અને ઇડબ્લ્યુએસ મકાનોની વિવિધ આવાસ યોજનાનું ભાજપે નામકરણ કરીને રામેશ્વર, કોટેશ્વર, ભીમનાથ, ત્ર્યંબકેશ્વર, વૈજનાથ, સોમેશ્વર એમ દેવાધિદેવ મહાદેવનાં વિવિધ નામોને અર્પણ કર્યા. ગત તા.૧૭ ઓકટોબરે મળેલી હાઉસિંગ કમિટીની બેઠકમાં તાકીદની દરખાસ્તને શાસકપક્ષે મંજુરી આપી હતી.

કોંગ્રેસના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખે ભાજપના શાસકો સામે આરએસએસની માનસિકતા દેખાતી હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે હાઉસિંગ કમિટીના ચેરમેન બિપીન પટેલ કહે છે કે, ‘આરએસએસના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને દેશની પરંપરાના આધારે આ નામકરણ કરાયાં છે. મહાશિવરાત્રીએ આ યોજનાઓનું ઉદ્દઘાટન કરાયું અને તે વખતે લોકલાગણી હતી. એટલે દેવાધિદેવ મહાદેવને આવાસ યોજના અર્પણ કરાઇ.

ભગવાન શ્રી કૃષ્ણ અને શિવજી બાદ શું હવે શાસકો જગતજનની જગદંબેનો જયજયકાર બોલાવશે તેવો વેધક પ્રશ્ન બિપીન પટેલને પૂછતાં તેઓ કહે છે જો તે સમયે તેવી લોક લાગણી હશે તો અમે ‘બોલ મારી અંબે, જય જય અંબે’ બોલીશું. અમને લોકોની ઇચ્છાને માન આપવા ભવિષ્યમાં “રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કી’ બોલવામાં પણ કોઇ સંકોચ થશે નહીં. બિપીન પટેલ વધુમાં કહે છે, ‘ભૂતકાળમાં આવાસ યોજનાને મૌલાના અબુલ કલામ આઝાદ અને સિકંદર બખ્ત જેવી દેશની મહાન વ્યક્તિઓના નામ અપાયાં છે.

જો કોંગ્રેસ અન્ય સમાજની દેશની મહાન વ્યકિતઓના નામની રજૂઆત કરશે તો તેને પણ ગંભીરતાથી લઇશું. દરમ્યાન બદરૂદ્દીન શેખે કહ્યું કે, નામકરણના આ ઠરાવનો મ્યુનિ. બોર્ડમાં ઉગ્ર વિરોધ કરાશે.

આવાસ યોજનાનાં નામ
LIG-૩ રામેશ્વર એપા., ચાંદખેડા
LIG-૪ કોટેશ્વર એપા., ચાંદખેડા
LIG-પ ભીમનાથ એપા. ચાંદખેડા
LIG-૬ ત્રંબકેશ્વર એપા. ચાંદખેડા
LIG-૮ વૈજનાથ એપા., ચાંદખેડા
LIG-૧૦ સોમેશ્વર એપા., વેજલપુર
LIG-૧૧ ચંદ્રેશ્વર એપા., વેજલપુર
LIG-૧ર રુદ્રાક્ષ એપા., વેજલપુર
EWS-ર સોમનાથ એપા., વસ્ત્રાલ
EWS-પ કર્ણમુક્તેશ્વર એપા., કાંકરિયા
EWS-૬ નીલકંઠ એપા., શાહીબાગ
EWS-૧૧ શિવશક્તિ એપા., થલતેજ

You might also like
728_90