મ્યુનિ. હેલ્થ વિભાગની બદલીમાં ‘વહાલાં-દવલાં’ની નીતિ અપનાવાઈ?

અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ‘ચીપકુ’ પબ્લિક હેલ્થ સુપરવાઇઝરની બદલી કરાઇ હતી. જેમાં અશ્વિન ઉપાધ્યાય નામના થલતેજના સેવા નિવૃત્ત પબ્લિક હેલ્થ સુપરવાઇઝરની બદલીનો પણ ઓર્ડર કરાતાં તે સમયે વિવાદ ઉઠ્યો હતો. જોકે હેલ્થ વિભાગની બદલીમાં તંત્ર દ્વારા ‘વહાલાં દવલાં’ની નીતિ અપનાવાઇ હોવાના આક્ષેપ ઊઠતાં નવો વિવાદ સર્જાયો છે.

ગત તા.૧૭ જાન્યુઆરીએ તંત્ર દ્વારા હેલ્થ વિભાગના સ્ટાફની બદલીના ઓર્ડર કરાયા હતા. જેના કારણે આખા વિભાગમાં ફફડાટ ફેલાઇ ગયો છે. કેટલાક કર્મચારીઓએ આ બદલીને આવકારી છે તો અમુક કર્મચારીઓએ તંત્રની બદલીમાં વહાલાં દવલાની નીતિ અપનાવાઇ હોવાનો આક્ષેપ કરીને બળાપો વ્યક્ત કર્યો છે.

અશ્વિન ઉપાધ્યાયના મામલે છબરડો કરનાર સત્તાવાળાઓએ હેલ્થ વિભાગમાં લાંબા સમયથી એક જ જગ્યાએ પબ્લિક હેલ્થ સુપરવાઇઝરની ફરજ બજાવતા અન્યોની કેમ બદલી કરી નહીં તેવો પ્રશ્ન પુછાઇ રહ્યો છે. જે પબ્લિક હેલ્થ સુપરવાઇઝરની બદલી કરાઇ છે તે પૈકીના કેટલાક સપ્ટેમ્બર-ર૦૧૩થી એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા. પરંતુ તંત્રની યાદીમાં અમુક પબ્લિક હેલ્થ સુપરવાઇઝર તો માર્ચ, ર૦૧૧થી એક જગ્યાએ ‘ચીપકુ’ થઇને બેઠા હોવાનું સત્તાવાર રીતે દર્શાવાયા છે તેમ છતાં ભેદી કારણોસર આ કર્મચારીઓ બદલીથી આબાદ રીતે બચી ગયા છે.

જે તેર પબ્લિક હેલ્થ સુપરવાઇઝરની કોર્પોરેશન દ્વારા અન્યત્ર બદલી કરાઇ છે તેમની સામે બીજા ત્રીસથી પાંત્રીસ ચીપકુ પબ્લિક હેલ્થ સુપરવાઇઝરનો હજુ વાળ વાંકો થયો નથી. તંત્રના ઉચ્ચ અધિકારીઓ ચાહે તો ચીપકુ કર્મચારીઓની બદલીના નવા ઓર્ડર કાઢી શકે તેમ છે પરંતુ હેલ્થ વિભાગના કેટલાંક સૂત્રો એવો આક્ષેપ કરે છે કે, “ઉચ્ચ અધિકારીઓ ઇચ્છશે તો પણ બદલીનો નવો રાઉન્ડ આવી શકે તેમ નથી કેમ કે કેટલાક તો સીધા કમિશનર ઓફિસના સ્ટાફની ઓળખાણ-પીછાણ ધરાવે છે !
http://sambhaavnews.com/

You might also like