પ્રાથમિક સુવિધા, પ્રોજેક્ટ્સ, સ્માર્ટ સિટી મિશનને પ્રાધાન્ય અપાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ૩રમા મ્યુનિ. કમિશનર તરીકે રાજય સરકારના સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેકટ ડિરેકટર મૂકેશકુમારની નિમણૂક કરાઇ છે. નવા મ્યુનિ. કમિશનર તરીકે મૂકેશકુમાર આવતા અઠવાડિયામાં કાર્યભાર સંભાળે તેવી શકયતા છે. દરમ્યાન અમદાવાદ મ્યુનિ. કમિશનર તરીકે છું તેઓ નાગરિકલક્ષી પ્રાથમિક સુવિધાનાં કામો, વિકાસલક્ષી પ્રોજેકટ તેમજ કેન્દ્રના મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી મિશનને પ્રાધાન્ય આપશે.

કોર્પોરેશનના નવ નિયુક્ત કમિશનર મૂકેશકુમાર ‘સમભવ મેટ્રો’ સાથેની વાતચીતમાં કહે છે, અમદાવાદના મ્યુનિ. કમિશનર તરીકેની મારી ફરજ દરમ્યાન હું નળ, ગટર રસ્તા જેવી પ્રાથમિક સુવિધા કામોને પ્રાધાન્ય આપીશ.નાગરિકલક્ષી સુવિધાઓ વધુને વધુ બહેતર બનાવવાના પ્રયાસ કરીશ.

આની સાથે સાથે શહેરના વિકાસ માટે જલદી પ્રોજેકટોને ઉપર પણ પૂરતું ધ્યાન આપીશ. મોટા પ્રોજેકટ ફરી અમદાવાદ આજે વિકાસની ગતિએ હરણફાળ ભરી રહ્યું હોય આવા પ્રોજેકટ પણ કોર્પોરેશન માટે એટલા જ જરૂરી છે. કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદનો સ્માર્ટ સિટી મિશન પ્રોજેકટમાં સમાવેશ કરાયો હોઇ હું અમદાવાદને દેશનું આગવું સ્માર્ટ સિટી તરીકે વિકસીત કરવાના પણ પ્રયત્ન કરીશ. પોતાના આ ત્રિવેણી લક્ષ્યાંકને પૂર્ણ કરવાનો ભરપુર આત્મવિશ્વાસ ધરાવતા કહે છે, મને રાજકોટ મ્યુનિ. કમિશનર અને ભાવનગર મ્યુનિ. કમિશનરનો અનુભવ અમદાવાદ કોર્પોરેશનમાં કામે લાગશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મૂકેશકુમારે સૌથી પહેલી વડોદરા સુધીમાં એલડીએમ મેજિસ્ટ્રેટ તરીકેની જવાબદારી સંભાળી હતી. એક વર્ષ અને સાત મહિના આ ફરજ બજાવ્યા બાદ તેઓ બે વર્ષ અને ત્રણ મહિના ડાંગ જિલ્લા કલેકટર તરીકે હતા. એપ્રિલ ર૦૦રમાં તેમણે ભાવનગર મ્યુનિ. કમિશનરનો કાર્યભાર સંભાળ્યો હતો. ભાવનગર મ્યુનિ. કમિશનર પદે એક જ વર્ષ નવ મહિના ફરજ બજાવ્યા બાદ ડિસેમ્બર ર૦૦૩માં તેમણી રાજકોટ મ્યુનિ. કમિશનરની નિમણૂંક કરાઇ હતી. રાજકોટમાં તેઓ માર્ચ ર૦૦૭ સુધી એટલે કે ત્રણ વર્ષ અને ચાર મહિના સુધી મ્યુનિ. કમિશનરની જવાબદારી સંભાળી અને રાજય સરકારે તેમને માર્ચ ર૦૦૭થી રાજયના આઇસીડીએસ વિભાગમાં ડિરેકટરની ફરજ સોંપી. ફેબ્રુઆરી ર૦૦૯માં મૂકેશકુમાર ઇન્ડેકસ બીના મેનેજિંગ ડિરેકટર બન્યા. જ્યારે મે ર૦૧૩થી તેેઓ સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેકટ ડિરેકટરની ફરજ બજાવી રહ્યા છે.

૧૯૯૬ની બેંચના ગુજરાત કેડરના આઇએસ અધિકારી મૂકેશકુમારે કાનપુરની આઇઆઇટીમાંથી ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેકની ડિગ્રી મેળવી છે. તેમણે અમેરિકાની યુનિ.માંથી પબ્લિક એડ્મિનિસ્ટ્રેશનની માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.

You might also like