અમદાવાદના મ્યુનિ. કમિશનર મૂકેશકુમારે ચાર્જ સંભાળ્યો

અમદાવાદ: અમદાવાદ શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકેશકુમારે અાજે સવારે વિધિવત ચાર્જ સંભાળી લીધો હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના સર્વશિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડિરેક્ટર મુકેશકુમાર અાજથી શહેરના ૩૨મા મ્યુનિ. કમિશનર બન્યા છે.

રાજકોટ અને ભાવનગરના કમિશનરનો અનુભવ ધરાવતા મુકેશકુમારે ડી.થારાની જગ્યા સંભાળી લીધી છે. જો કે ચોમાસા દરમિયાનની કામગીરી મુકેશકુમાર માટે પડકારજનક બને તેવી ચર્ચા છે.

૧૯૯૬ની બેંચના ગુજરાત કેડરના આઇએસ અધિકારી મૂકેશકુમારે કાનપુરની આઇઆઇટીમાંથી ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેકની ડિગ્રી મેળવી છે. તેમણે અમેરિકાની યુનિ.માંથી પબ્લિક એડ્મિનિસ્ટ્રેશનની માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.

You might also like