અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી અષાઢ સુદ અગિયારશને તા.૪ જુલાઇથી શરૂ થતા ગૌરી વ્રત અને અષાઢ સુદ તેરશને તા.૭ જુલાઇથી શરૂ થતા જયા પાર્વતી વ્રતને અનુલક્ષીને કાંકરિયા લેક ફ્રન્ટ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ તેમજ અન્ય ઝોન દીઠ એક સ્થળે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
તેમજ તા.ર જુલાઇના ગૌરી વ્રતનાં જાગરણ અને તા.૧૧ જુલાઇના જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે બાળાઓ, મહિલાઓ અને તેમનાં બાળકોને કાંકરિયા લેકફ્રન્ટ ખાતે વિના મૂલ્યે પ્રવેશ અપાશે. આ ઉપરાંત જાગરણના બંને દિવસોએ શહેરના સઘળા મ્યુનિસિપલ બગીચાઓ આખી રાત ખુલ્લા રખાશે. સ્ટેન્ડિંગ કમિટીમાં આને લગતી તાકીદની દરખાસ્તને મંજૂરી કરાઇ હતી.
http://sambhaavnews.com/