મ્યુનિ.ની અામંત્રણ પત્રિકામાં વર્ષો પછી કોંગ્રેસના નેતાનું નામ લખાયું

અમદાવાદ: ગોવા રાજ્ય કરતાં પણ વધુ રકમનું વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છાશવારે જે તે પ્રોજેકટના ઉદ્દઘાટન કે ભૂમિપૂજનના જાહેર કાર્યક્રમ યોજાય છે. ગત તા.ર૪ જાન્યુઆરી, ર૦૧૭ના છેલ્લા બોર્ડમાં ચાલેલી ધાંધલ ધમાલ છેક મેયર અોફિસ સુધી પહોંચી હતી. મેયર ગૌતમ શાહ અને વિપક્ષના નેતા દિનેશ શર્મા વચ્ચેની વાટાઘાટોથી અમુક મુદ્દે સમાધાન થયું હોય તેમ આવતી કાલ સવારની મુખ્યપ્રધાન વિજય રૂપાણીની બોડકદેવ ખાતે યોજાનારી જાહેર સભાની નિમંત્રણ પત્રિકામાં વિપક્ષના નેતા શર્માનું નામ છપાયું છે.

કોર્પોરેશનના કાર્યક્રમોનો ‘ભાજપીકરણ’ થયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા બહિષ્કાર કરાતાં નિમંત્રણ પત્રિકામાંથી કોંગ્રેસનો છેદ ઉડાડી દેવાયો હતો. બોડકદેવના ઓડિટોરિયમ અને કોતરપુરના ર૦૦ એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્દઘાટન મુખ્યપ્રધાન કરશે. આ પ્રસંગે વિપક્ષના નેતા પણ હાજર રહેશે. દિનેશ શર્મા કહે છે, “કોર્પોરેશનના સોમવારના કાર્યક્રમમાં હું હાજરી આપીશ અને જો નિમંત્રણ પત્રિકામાં ભાજપના ધારાસભ્યોના નામ હશે તો હું કોંગ્રેસના ધારાસભ્યોના નામનો પણ આગ્રહ રાખીશ.”
http://sambhaavnews.com/

You might also like