AMCએ 11 વર્ષમાં બજેટના 14 હજાર કરોડથી વધુ વાપર્યા જ નહીં

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦નું રૂ.૮૦પ૧ કરોડના સુધારિત બજેટ ઉપરાંત વીએસ હોસ્પિટલ, એમ.જે. લાઇબ્રેરી, એએમટીએસ, સ્કૂલ બોર્ડ એમ ચાર સંલગ્ન સંસ્થાના સુધારિત બજેટને મંજૂરી અપાઇ હોઇ આગામી શનિવારથી ખાસ બે દિવસની બજેટ બેઠક યોજાશે.

ગત નાણાકીય વર્ષ ર૦૦૬-૦૭માં રૂ.૧૬૭૬.૬પ કરોડના બજેટમાં રૂ.૪૩૭ કરોડ, વર્ષ ર૦૦૭-૦૮માં રૂ.ર૩૯ર.૩૮ કરોડના બજેટમાં રૂ.૯૮૩ કરોડ, વર્ષ ર૦૦૮-૦૯માં રૂ.ર૯૯૩.૪૩ કરોડના બજેટમાં રૂ.૧૦પ૨ કરોડ, વર્ષ ર૦૦૯-૧૦માં રૂ.૩પ૭૧પ૮ કરોડના બજેટમાં રૂ.૧૧ર૧કરોડનું બજેટ પૂરતી આવકના અભાવે ફકત કાગળ પર રહ્યું હતું તેમ જણાવતાં મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા દિનેશ શર્મા વધુમાં કહે છે કે બજેટના આંકડા પણ લોકોની આંખમાં ધૂળ નાંખનારા છે.

વર્ષ ર૦૧૬-૧૭માં રૂ.૬૦૮૦ કરોડનાં બજેેટમાં રૂ.૧૪૯૧ કરોડ, ર૦૧૭-૧૮માં રૂ.૬પ૦૧ કરોડનાં બજેેટમાં રૂ.૧૧પ૧ કરોડ, ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં રૂ૬૯૯૦ કરોડના બજેેટમાં રૂ.૧ર૩પ કરોડ મળીને છેલ્લા ૧૧ વર્ષના કુલ રૂ.પ૮,૯૯પ.૦૪ કરોડનાં બજેટમાં રૂ.૧૪,૩૬૬ કરોડથી વધારેની રકમ શાસકો દ્વારા વપરાઇ જ નથી.

દરમ્યાન તંત્ર દ્વારા શનિવાર તા.૧૬ ફેબ્રુઆરીથી બે દિવસ બજેટ સત્ર યોજવાનો એજન્ડા પ્રસિદ્ધ કરાતાં ખુદ ભાજપના સભ્યોમાં ભારે ગણગણાટ ફેલાયો છે. મ્યુનિસિપલ ભાજપ કાર્યાલયના સૂત્રો કહે છે કે, પક્ષના ટોચના હોદ્દેદારોએ શનિ-રવિને બદલે સોમ-મંગળ બજેટ સત્રની જાહેરાત કરવી જોઇએ. શનિ-રવિએ રાજ્ય સરકારનાં બજેટ સત્રમાં પણ રજા પળાય છે.

You might also like