મ્યુનિ. કર્મચારી આનંદો : ર૪મીએ પગાર અને પેન્શન ચૂકવાશે

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આશરે રર,૮૦૦ કર્મચારીઓ તેમજ ૮૦૦૦ પેન્શનરો માટે સારા સમાચાર છે. અત્યારે આર્થિક રીતે કફોડી સ્થિતિમાં મુકાયા હતાં પણ સત્તાવાળાઓએ દિવાળી પહેલાં એટલે કે તા.ર૪ ઓકટોબરે સ્ટાફને પગાર પેન્શન ચૂકવવાની દિશામાં ચક્ર ગતિમાન કરી દીધાં છે.

દિવાળીના તહેવારો આડે હવે ગણત્રીના દિવસો રહ્યા છે આગામી તા.ર૮ ઓકટોબરે ધનતેરશ છે. મ્યુનિ. સ્ટાફ દિવાળીને રંગચંગે ઊજવી શકે તે આશયથી તંત્રે ક્વાયત આરંભી છે નાણાં વિભાગે ખાસ પરિપત્ર પ્રસિદ્ધ કરીને તમામ ખાતાના અધિકારીઓ અને બિલ કલાર્કને સ્ટાફના પગાર-પેન્શનની ર૪ ઓકટોબરે ચૂકવણી કરવા બાબતે ચોક્કસ સૂચનાઓ આપી છે.

ચાલુ વર્ષે ઓકટોબર માસના અંતમાં દિવાળીના તહેવારો આવતા હોઇ સામાન્યપણે દર મહિનાની પહેલી તારીખે ચૂકવાતા પગાર-પેન્શન વહેલું ચૂકવાશે. આગામી તા.ર૪ ઓકટોબરે પગાર-પેન્શન પેટે રૂ.૮પ કરોડની ચૂકવણી કરાશે. જે પૈકી રૂ.૬પ કરોડ પગાર પેટે ચૂકવવામાં આવશે. સાતમા પગાર પંચ તો અમલ થવાના કારણે ગત વર્ષની દિવાળી દરમ્યાનની પગાર-પેન્શનની રકમમાં આશરે ૧૪ ટકાનો વધારો થશે.

You might also like