દેશમાં પ્રથમ વખત સ્લજને રેડિયેશનથી ટ્રીટ કરાશે

અમદાવાદ: મ્યુનિ. કમિશનર ડી.થારાના આગામી નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭ના ડ્રાફટ બજેટમાં મેક ઇન ઇન્ડિયા અભિગમનો ઉલ્લેખ કરાયો છે. હવે દેશમાં પ્રથમ વખત સ્લજને રેડિયેશન પદ્ધતિથી હાઇજીનાઇઝેશન કરવાની દિશામાં ચક્રો ગતિમાન  કરાયા છે.

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા અમદાવાદમાં પ્રતિદિવસ ૧૦૦ ટન ડ્રાય સુએજ સ્લજને હાઇજીનાઇઝેશન માટે કોબાલ્ટ-૬૦ ગામા રેડિયેશન પ્લાન્ટ શરૂ કરવા તમામ પ્રકારની ટેકનિકલ તેમજ સાયન્ટિફિક મદદ કરવામાં આવશે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા ભારતમાં જ વિકસિત કરાયેલી  રેડિયેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી મેક ઇન ઇન્ડિયાને પણ સાકાર કરાશે.

જોકે આ સમગ્ર પ્રોજેકટને સાઇનેક એન્જિનિયર્સ (ઇન્ડિયા) નામની કંપની કરશે, જે માટે રૂ.૭.૯૬ કરોડના ટેન્ડરને મંજૂરી અપાઇ છે. આ કંપની ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના માર્ગદર્શન હેઠળ પિરાણા ખાતે પ્લાન્ટની સ્થાપના કરશે.

You might also like