લગ્નગાળાની સિઝનમાં કોર્પોરેટરોના અભ્યાસવર્ગથી નારાજગીના સૂર ઊઠ્યા

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવી ટર્મના તમામે તમામ ૧૯૨ કોર્પોરેટરો માટે આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરે અભ્યાસવર્ગનું આયોજન કરાયું છે. વસ્ત્રાપુરના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આ અભ્યાસક્રમ યોજાશે, જોકે લગ્નગાળાની સિઝનમાં કોર્પોરેટરોનો અભ્યાસવર્ગ થવાનો હોઈ નારાજગીના સૂર ઊઠ્યા છે. વસ્ત્રાપુરના એએમએ પર તા. ૨૪ અને તા. ૨૫ નવેમ્બર એમ બે િદવસ અભ્યાસવર્ગ યોજાશે, પરંતુ આ સમયગાળા સામે ખુદ કોર્પોરેટરોનો અમુક વર્ગ ભારે નારાજ છે.

કોર્પોરેટરોનો આ વર્ગ એટલા માટે નારાજ થયો છે, કેમ કે તેમના ઘર પરિવારમાં લગ્ન પ્રસંગ છે. તા. ૨૪ અને તા. ૨૫ નવેમ્બરે લગ્નગાળાની સિઝન છે. આ બંને િદવસોએ પુરબહારમાં લગ્નની શરણાઈઓ ગૂંજી ઊઠશે. જેમાં કોર્પોરેટરોના ઘરનો પણ સમાવેશ થતો હોઈ બેિદવસીય અભ્યાસવર્ગમાં કેટલાક કોર્પોરેટરો સામેલ થઈ શકશે તે સામે જ મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.
visit : www.sambhaavnews.com

You might also like