કોર્પોરેટરો બે દિવસીય બજેટ બેઠકમાં ૩૦ લાખની ખાણી-પીણીની જ્યાફત માણશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે દિવસીય બજેટ બેઠકનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. આ બજેટ બેઠકમાં સવારના ૧૦.૩૦ વાગ્યાથી શહેરના કોર્પોરેટરો ચર્ચામાં જોડાશે. આ કોર્પોરેટરો માટે તંત્ર દ્વારા ગરમાગરમ ચા-કોફી, નાસ્તા-ભોજનની વ્યવસ્થા કરાઇ છે, જેની પાછળ આશરે ૩૦ લાખ રૂપિયા ખર્ચાશે. વર્ષોવર્ષ બજેટ બેઠક દરમ્યાન સત્તાવાળાઓ દ્વારા કોર્પોરેટરો, ઉચ્ચ અધિકારીઓ વગેરે માટે પરંપરાગત રીતે ખાણી-પીણીની વ્યવસ્થા કરાય છે, જોકે છેલ્લાં કેટલાંક વર્ષથી ખાનપાન પાછળ લાખો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. આ વખતે એક ડિશ માટે રૂ.૩૦૦ પ્રમાણે કોર્પોરેશને એક હજાર ડિશનો કોન્ટ્રાકટરને ઓર્ડર આપ્યો છે. ગત વર્ષની આરતી ઇવેન્ટને જ આ વર્ષનો ખાણી-પીણીનો કોન્ટ્રાક્ટ અપાયો છે.

આજના બજેટસત્રના પહેલા દિવસે સવારે શહેરના ૧૯ર કોર્પોરેટરો ગરમગરમ ચા-કોફી સાથે ઇડલી-બિ‌સ્કિટનો નાસ્તો કરશે, જ્યારે બપોરે મઠો-પૂરી, બે શાક-ઢોકળાં, દાળ-ભાત વગેરે પીરસવામાં આવશે, જ્યારે આવતી કાલે સવારના નાસ્તામાં ચા-કોફીની સાથે સ્વાદિષ્ટ ઉપમા તેમજ બપોરે ગાજરનો હલવાે-પૂરી, ખમણ અને બે શાક, દાળ-ભાત પીરસાશે, જ્યારે સાંજે મોહનથાળ -બાજરીના રોટલા, ખીચડીનો આસ્વાદ કોર્પોરેટરો માણશે.
http://sambhaavnews.com/

You might also like