અમદાવાદ શહેરમાં રાત્રી સફાઇ ફક્ત ‘કાગળ’ પર!

અમદાવાદ: શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ત્વરાથી રસ્તા પરના કચરાનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. તાજેતરમાં રાઉન્ડમાં નીકળેલા ખુદ કમિશનર મૂકેશકુમારે ગંદકીના ઢગલા જોઇને હેલ્થ વિભાગના બે ઉચ્ચ અધિકારીઓને નોટિસ ફટકારી હતી. તેમ છતાં હજુ પણ નિંભર તંત્રમાં સુધારો થયો નથી. આનું ઉત્તમ ઉદાહરણ રાત્રી સફાઇએ પૂરું પાડ્યું છે. કેમ કે કોર્પોરેશનની રાત્રી સફાઇ ફક્ત કાગળ પર જ થઇ રહી છે.

એક તરફ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય હોઇ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મચ્છરોના ત્રાસથી મેલેરિયા અને ઝેરી મેલેરિયાએ માથું ઊંચક્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં મેલેરિયાના ૩૬૯ દર્દી તંત્રના ચોપડે નોંધાયા છે. જ્યારે બિન સત્તાવાર રીતે મેલેરિયાના ૧૧૦૦ દર્દી વિભિન્ન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સત્તાધીશો ડોર ટુ ડોર ઘન કચરાના એકત્રીકરણનો નવાે અભિગમ પણ ઝડપભેર અમલમાં મૂકી શક્યા નથી. જૂના કોન્ટ્રાકટરો કચરો ઉપાડવામાં રસ દાખવતા નથી. તો આજે પણ શહેરના કુલ ૪૮ વોર્ડ પૈકી ર૦ વોર્ડમાં પણ ડોર ટુ ડોરના નવા કોન્ટ્રાકટરોએ કામકાજ સંભાળ્યું નથી. ડોર ટુ ડોરના ધાંધિયાંથી પણ શહેરીજનો પરેશાન છે.

અમદાવાદમાં કચરાનો નિકાલ ઝડપભેર થતો ન હોવાની લોકોની ફરિયાદ કમિશનર મૂકેશકુમાર દ્વારા મધ્ય ઝોનના હેલ્થ વિભાગના વડા ડો. દિવ્યાંગ ઓઝા અને પ.ઝોનના હેલ્થ વિભાગના વડા ડો. ચિરાગ શાહને નોટિસ ફટકારતાં સાચી પુરવાર થઇ છે.

હવે કોર્પોરેશનની રાત્રી સફાઈના ઢોલની પોલ પણ ખૂલી પડી છે. તંત્ર દ્વારા દરેક ઝોનમાં મહત્ત્વના રસ્તાઓની રાત્રી સફાઈ માટેનું આયોજન નક્કી કરાયું છે. જે મુજબ જે તે વોર્ડના મહત્ત્વના રસ્તા, રસ્તા પરના સફાઈ કર્મચારીઓની સંખ્યા અને સફાઈ કરનારી સંખ્યા નિશ્ચિત કરાઈ છે. તેમ છતાં જે તે રસ્તાની સવારે રૂબરૂ મુલાકાત દરમિયાન રાત્રી સફાઈની નવલી કામગીરીનો પર્દાફાશ થયો છે. શહેરના મહત્ત્વપૂર્ણ કુલ ૩૨ રોડ પૈકી ફક્ત એક રોડની સફાઈ વોર્ડ દ્વારા કરાય. છે. અન્યત્ર કોન્ટ્રાક્ટ અપાયા છે.

વોર્ડ રસ્તા કર્મચારીની સફાઈ કરનારી
સંખ્યા સંસ્થા
સરદારનગર ૧૦
બાપુનગર ૧૩
ઈંડિયા કોલોની ૧૦
સરસપુર-રખિયાલ ૧૨
જોધપુર ૧૫
ઘાટલોડિયા ૨૦
બોડકદેવ ૧૬
ગોતા ૪૪
મણિનગર ૪૬
શાહપુર ૧૩
લાંભા ૧૫
બહેરામપુરા ૧૪
નવરંગપુરા ૩૫
સ્ટેડિયમ ૨૦
નારણપુરા ૨૦ ૨૨
શાહીબાગ ૧૬
ખાડિયા
જમાલપુર ૨૧

You might also like