મ્યુનિ.ના ચૂંટાયેલા પ્રતિનિધિઓને હજુ બજેટ પણ ફાળવાયું નથી

અમદાવાદ: શહેરના ૪૮ વોર્ડના ચૂંટાયેલા ૧૯૨ પ્રતિનિધિઓ પોતાના મતવિસ્તાર ક્ષેત્રમાં પ્રજાલક્ષી પ્રાથમિક જરૂરિયાતના વિકાસનાં કામો અગ્રીમતાના ધોરણે કરી શકે તેવા આશયથી વાર્ષિક રૂ. ૨૧ લાખનું બજેટ ફાળવ્યું છે. નવા નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭નો આખો એપ્રિલ મહિનો પસાર થઇ ગયો, પરંતુ હજુ સુધી કોર્પોરેટરોને એક રૂપિયાનું પણ બજેટ ફાળવાયું નથી.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ કેટલાક નવા કોર્પોરેટરો કહે છે કે અમારા પક્ષના ટોચના હોદ્દેદારોનું તો વાર્ષિક રૂ. બે કરોડું જંગી બજેટ છે, જ્યારે અમે તો પ્રથમ વખત ચૂંટાયા હોઇ અમારા વિસ્તારના નાગરિકો વિભિન્ન કામો માટે બજેટનો આગ્રહ રાખે છે. આ અંગે મ્યુનિ. ભજપના નેતા બિપીન સિક્કાને પૂછતાં તેઓ કહે છે કે મને કંઇ ખબર નથી! સ્ટેન્ડિંગ ચેરમેનને પૂછો.

બીજી તરફ તંત્રે ચાર મહિના બાદ કોર્પોરેટરોને ‘૭૮’ની સિરીઝ ધરાવતા મોબાઇલ નંબરોની ફાળવણી શરૂ કરી છે, જોકે હજુ લેપટોપની રાહ જોવાઇ રહી છે. આ અંગે ઇ-ગવર્નન્સનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર કે.એલ. બચાણી ફોન ઉપાડવાની તસદી લેતા નથી.

You might also like