મ્યુનિ.એ એક જાળી લગાવી સંતોષ માન્યો, એ પછી ૨૨ લોકોએ નદીમાં ઝંપલાવ્યું!

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મધ્યમાં વહેતી સાબરમતી નદી પર કુલ સાત બ્રિજ આવ્યા છે. જે શહેરની શોભા ગણવામાં આવે છે. પરંતુ આ સાત બ્રિજને “મોતના બ્રિજ ” કે “સુસ્યાઈડ પોઈન્ટ ” તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. આ ઓળખનું કારણ આ ઓવરબ્રિજ પરથી ઝંપલાવીને આપઘાત કરવાના રોજના એક કે બે બનાવ બને છે. આ આપઘાતને રોકવા માટે સાબરમતી નદી પરના ઓવરબ્રિજ પર જાળી લગાવવાની લોક માગ ઊઠી હતી જેને ધ્યાનમાં લઈને કોર્પોરેશન દ્વારા એલિસબ્રિજ અને આંબેડકર બ્રિજ પર જાળી લગાવાની મંજૂરી આપવામાં આવી છે.અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનને 26 લાખનાં ખર્ચે જાળી લગાવાની મંજૂરી મળે એક મહિનો થવા આવ્યો પણ હજી માત્ર એલિસબ્રિજ પર સેમ્પલ તરીકે માત્ર એક જાળી લગાવામાં આવી છે.

વર્ષ 2015માં જ 300થી વધુ લોકોએ નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે.જ્યારે વર્ષ 2016ના બે જ મહિનામાં ૫૦ થીવધુ લોકોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. શહેરના સાતે ય બ્રિજને સ્યુસ્યાઈડ પોઈન્ટ તરીકે ઓળખાઈ રહ્યા છે.ત્યારે બ્રિજ પરથી લોકો આપઘાત ન કરે તે માટે થઇને છેલ્લાં ત્રણ વર્ષથી બ્રિજ પર જાળી નાખવાની વિચારણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથ ધરી હતી . જ્યારે એક મહિના અગાઉ કોર્પોરેશનને શહેરના બે બ્રિજ એટલે કે એલિસબ્રિજ અને આંબેડકર બ્રિજ પર જાળી લગાવાની મંજૂરી મળી છે.

જ્યારે મંજૂરી મળતાંની સાથે કોર્પોરેશન દ્વારા ઓવરબ્રિજ પર જાળી નાખવાની મંજૂરી મળે કોર્પોરેશનને એક મહિના જેટલો સમય થઈ ચુક્યો છે તેમ છતાં 16 મી ફેબ્યુઆરીના રોજ રિવરફ્રન્ટનાં એલિસબ્રિજ પર સેમ્પલ તરીકે એક જાળી લગાવવામાં આવી હતી. જેને એક મહિનો થવા આવ્યો પણ તેના પર કોઈ કામગીરી કરવામાં આવી નથી. જ્યારે છેલ્લા 28 દિવસમાં 22 લોકોએ ઝંપલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે તેમ છતાં કોર્પોરેશન દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.

સાબરમતી નદીમાં છેલ્લા 28 દિવસમાં 22 જેટલા લોકોએ ઝંપલાવ્યું છે. આ 22 લોકોમાંથી 2 લોકોને ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ દ્વારા જીવિત કાઢવામાં આવ્યા છે. રોજના એક કે બે બનાવ આપઘાતના સામે આવતા હોય છે તેમ છતાં અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

આ અંગે અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનનાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પ્રવીણ પટેલએ જણાવ્યું કે, એક મહિના પહેલા સેમ્પલ જાળી લગાવીને કોર્પોરેશન દ્વારા જાળીની મંજુરી આપવામાં આવી હતી અને કોન્ટ્રાકટરને ત્તાત્કાલીક ધોરણે જાળી લગાવામાં આવે તેવી જાણ પણ કરવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં નદીમાં ઝંપલાવાના કિસ્સા પણ વધી ગયા છે જેથી આ વાતને ધ્યાનમાં લઈને એક અઠવાડીયામાં જાળી મૂકી દેવામાં આવશે.

સ્યુસાઈડ પોઈન્ટ બનેલા બ્રિજ
બ્રિજ                          કેટલા પડ્યા?
આંબેડકર બ્રિજ         04
એલિસબ્રિજ              03
સરદાર બ્રિજ            03
નેહરુ બ્રિજ               03
ગાંધી બ્રિજ              04
દધીચિ બ્રિજ            02
સુભાષ બ્રિજ             03

You might also like