AMCએ ખરાબ રસ્તાઓને લઇ 7 અધિકારીઓ કર્યા સસ્પેન્ડ, HCએ પણ સરકારનો લીધો ઉધડો

અમદાવાદમાં તૂટેલા રસ્તાઓને લઇ AMCની આ બેદરકારી વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી ગઇ છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારનો ઉધડો લીધો છે અને AMCની કામગીરી અંગે નારાજગી દર્શાવી છે. જેનાં પગલે AMC તંત્ર રસ્તાઓનાં રિપેરીંગને લઇ હરકતમાં આવી ગયું છે.

જો કે AMC દ્વારા હાલ તૂટી ગયેલા રોડ રસ્તાઓનું સમારકામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. AMC મેયરનાં કહેવા મુજબ રસ્તાઓનાં રિપેરીંગને લઇ દરરોજ રિપોર્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

પરંતુ AMCનાં રોડ-રસ્તાઓની આ બેદરકારીને લઇ મ્યુનિસિપલનાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને કેટલાંક કોન્ટ્રાક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ મુદ્દે હાઈકોર્ટે પણ AMCને દર સાત દિવસે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

અમદાવાદમાં રસ્તાઓની ખરાબ સ્થિતિને લઇ મેયરે નિવેદન આપતાં કહ્યું કે, તૂટી ગયેલ રસ્તાનું સમારકામ ઝડપી પુર્ણ કરાશે. અને સાથે રસ્તાઓની કામગીરીનું દરરોજ રિપોર્ટિંગ પણ કરવામાં આવશે. દર સાત દિવસે કોર્ટમાં આ અંગે રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. હાલમાં 9 કોન્ટ્રાક્ટર અને 20 મશીન દ્વારા કામ થઇ રહ્યું છે તેમજ ખાડા પુરવાની કામગીરી પણ ચાલી રહી છે.

AMC દ્વારા 7 અધિકારીઓને કરાયા સસ્પેન્ડઃ
સિટી એન્જિનિયર મનોજ સોલંકીને કરાયા સસ્પેન્ડ
આસિ.એન્જિનિયર હિરેન બારોટ અને અતુલ પટેલ પણ સસ્પેન્ડ
આસિ. એન્જિનિયર નવિન પટેલ, કૃણાલ ગજ્જર સસ્પેન્ડ
આસિ.એન્જિ. નિકુલ આડેદરા અને ભાવિન પટેલ પણ સસ્પેન્ડ

You might also like