અંબાણીનો પરિવાર નવી પુત્રવધૂ શ્લોકા સાથે બાપ્પાના દર્શને પહોંચ્યો

બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે રવિવારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. આ દરમ્યાન તેમના પરિવારમાં તેમના ઘરની મોટી પુત્રવધૂ શ્લોકા મહેતા પણ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે નક્કી થયા છે. શ્લોકાની પ્રી એન્ગેજમેન્ટ સેરેમની ગોવામાં રાખવામાં આવી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

25 માર્ચે અંબાણી પરિવાર પોતાની નવી વહુને સાથ લઈને બાપ્પાના દર્શન માટે પહોંચ્યા હતા, જ્યાં મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પોતાની વહુ શ્લોકાનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા.

નીતા અંબાણીની એક તરફ શ્લોકા અને બીજી તરફ તેમની પોતાની પુત્રી ઈશા હતી. લોકોને નીતાનો આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ ગમી રહ્યો છે. લોકોને ગમ્યું હતું કે, નીતા પોતાની પુત્રી અને વહુને સાથે લઈને ચાલી હતી.

આકાશ અને શ્લોકા થોડા ટ્રેડીશનલ લુકમાં જોવા મળ્યા હતા. શ્લોકાએ પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો. તાજેતરમાં જ નીતા અંબાણીએ મીડિયામાં કહ્યું હતું કે, ‘હું શ્લોકાને ત્યારથી ઓળખું છું, જ્યારથી તે ચાર વર્ષની હતી. મને આનંદ છે કે તે મારા પરિવારનો હિસ્સો બનવા જઈ રહી છે.’

You might also like