અંબાણીએ પોતાનાં યુઝર્સને ગીફ્ટ કર્યા 22.5 કરોડ રૂપિયા

નવી દિલ્હી : રિલાયન્સ જીયોએ પોતાનાં ગ્રાહકોને લગભગ 6 મહિના સુધી ફ્રી મોબાઇલ કોલિંગ અને ફ્રી ઇન્ટરનેટ સેવાઓ આપીને 22.5 કરોડ રૂપિયાની ભેટ આપી છે. ફ્રી સેવાઓ દિધા બાદ જીયોનાં ગ્રાહકોની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે.

ગિફ્ટમાં અપાયેલ ફ્રી ડેટાનાં કારણે ઓક્ટોબરથી માંડીને માર્ચનાં મધ્ય પ્રમુખ મુખ્સે અંબાણીની કંપની રિલાયન્સ જીયોનું ચોખ્ખુ નુકસાન 22.5 કરોડ રૂપિયા થઇ ચુક્યું છે. આ એવો સમય રહ્યો જ્યારે કંપનીનાં કોઇ આવક નહી પરંતુ સતત ખર્ચ થતો રહ્યો અને ગ્રાહકોને ફ્રી ડેટા પ્રોત્સાહન સ્વરૂપે અપાતો રહ્યો.

શેરબજારને અપાયેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું કે એક વર્ષ પહેલા આ સમયમાં તેનું નુનકસા 7.46 કરોડ રૂપિયા હતું. ઉલ્લેખનીય છે કે જિયોએ સપ્ટેમ્બર 2016માં પોતાની સેવાઓ ચાલુ કરી હતી. જિયો જો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં બિનસુચીબદ્ધ એકમો છે એવામાં તેણે પોતાની ત્રિમાસિક ગાળાનાં આંકડાઓ બહાર પાડવાની જરૂર નથી. સમગ્ર નાણાકીય વર્ષ 2016-17માં કંપનીનું શુદ્ધ નુકસાન 31.37 કરોડ રૂપિયા રહ્યું હતું જે વર્ષ 2015-16માં 15.71 કરોડ રૂપિયા હતું.

You might also like