અંબાજીની ધર્મશાળામાં યુવાન અને યુવતીનો અાપઘાત

અમદાવાદ: યાત્રાધામ અંબાજીની એક ધર્મશાળામાં યુવક અને યુવતીએ રહસ્યમય સંજોગોમાં અાત્મહત્યા કરતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. અા અંગેની વિગત એવી છે કે પાલનપુર નજીક અાવેલા ધાણસા ગામના રહીશ પ્રકાશ ભારતી (ઉં.વ.૩૦) અને પ્રી‌િતબહેન (ઉં.વ.૨૭) અા બંને અંબાજી મંદિર નજીક અાવેલી ગોસ્વામી ધર્મશાળામાં ગઈકાલે ઊતર્યા હતા. દરમિયાનમાં ગઈ મોડી રાતે અા યુવાને ધર્મશાળાના બીજા માળેથી નીચે પડતું મુકતા ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ તપાસ હાથ ધરતા ધર્મશાળાના એક રૂમમાંથી ઉપરોક્ત યુવતીનો પણ મૃતદેહ મળી અાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અા યુવતીએ ઝેરી દવા પીધી હોવાનું જાણવા મળે છે. પોલીસે બંને લાશને પીએમ માટે મોકલી અાપી સઘન તપાસ હાથ ધરી છે, પરંતુ કોઈ સુસાઈડનોટ ન મળતા અા ઘટનાએ રહસ્ય ઊભું કર્યું છે.

You might also like