ભાદરવી પૂનમ પહેલા અંબાજી મંદિરનું સંપૂર્ણ શિખર સુવર્ણથી મઢાઈ જશે

અમદાવાદ: દેશની પ૧ શક્તિપીઠોમાં એક રાજ્યના અંબાજી મંદિરનું શિખર ગણતરીના દિવસોમાં સંપૂર્ણપણે સોનાથી મઢાઇ જશે દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી માનાં દર્શને લાખો શ્રદ્ધાળુઓ આવે છે તેમને મંદિરનું સુવર્ણ જડિત શિખર જોવાનો લ્હાવો મળશે. મંદિરના શિખરને સોનેથી મઢવા માટેનું મોટા ભાગનું કામ પૂર્ણતાના આરે છે. તેના માટે તાજેતરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચાર કિલો સોનું ખરીદવામાં આવ્યું છે જેથી ઝડપભેર કામગીરી પૂર્ણ કરી શકાય. અત્યાર સુધી માઇ ભક્તોના સુર્વણદાન દ્વારા શિખરને સોને મઢવાની કામગીરી ચાલતી હતી જેનાં પૂર્ણતા માટે ૩પ કિલો વધુ સોનુ દાન મારફતે અથવા ખરીદીને મેળવાયુ છે. અત્યાર સુધીમાં ૮૮ કિલો સોનું ૪૦ ફુટની કામગીરી માટે ઉપયોગમાં લેવાયું છે.

આરાસુર દેવસ્થાનમાં ભાદરવી પૂનમે ૧૭થી ર૦ લાખ શ્રદ્ધાળુઓ આવે છે. ત્રિકોણ આકારનું વિસાયંત્ર શ્રી કેન્દ્રમાં, આંકડા અને શબ્દો દેવીનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિર કોઇ મૂર્તિ નથી મૂર્તિના સ્થાને એક પિત્તળની થાળી છે. યંત્ર આંકડા સાથે ભરેલી થાળી માતાજીના જન્મનું પ્રતીક ગણાય છે વર્ષનો સૌથી મોટો મેળો ચાર દિવસ માટે અંબાજીમાં ભાદરવી પૂનમે ભરાય છે ત્યારે માઇભકતોને સુવર્ણ શિખરનાં દર્શનનો લ્હાવો મળશે.

You might also like