ફક્ત બે કલાકમાં સામાન પહોંચાડશે Amazon!

બેંગ્લોર: દુનિયાની જાણિતી ઇ-કોમર્સ કંપની એમેજોને એક નવી સર્વિસની શરૂઆત કરી છે. તેના હેઠળ બેંગ્લોરના ગ્રાહકને બે કલાકમાં ઘરનો સામાનની ડિલિવરી કરશે.

તેના માટે ખાસ એપ Amazon Now લોન્ચ કરી છે જે હાલ એન્ડ્રોઇડ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. અહીંથી આ એપને ફ્રી ડાઉનલોડ કરીને ઇંસ્ટોલ કરી શકાય છે. કસ્ટમર્સ સવારે 10થી માંડીને રાતના 10 વાગ્યા સુધી કોઇપણ સમયે સ્લોટને સિલેક્ટ કરીને સામાન ઓર્ડર કરી શકે છે.

એમેજોન આ સર્વિસથી એવી કંપનીઓને માત આપવાની તૈયારીમાં છે જે ઘરનો જરૂરી સામાન ડિલિવર કરે છે. બિગ બાસ્કેટ મોટું ઉદાહરણ છે, કારણ કે આ દેશના ઘણા મોટા શહેરોમાં ઘણી ઝડપથી આગળ વધી રહી છે.

આ સાથે જ એમેજોને એક ખાસ ઓફરની જાહેરાત કરી છે જેના હેઠળ યૂજર્સ 250થી વધુના ઓર્ડર પર 20 ટકાનું કેશબેક આપવામાં આવશે. જો કે મેક્સિમમ કેશબેક ફક્ત 100 રૂપિયા છે.

આ સર્વિસ અત્યારે બેંગ્લોરના 70 પિન કોડ એરિયાને કવર કરશે. આ એપને ડાઉનલોડ કરીને યૂજરને પિનકોડ નાખવાનો રહેશે. ત્યારબાદ જો તમે કંપનીના કવરેજ ક્ષેત્રમાં છો તો તમને ખરીદીનો ઓપ્શન આપવામાં આવશે.

કંપનીએ અમેરિકામાં પહેલાં જ એમેજોન પ્રાઇમ નામથી આવી જ સર્વિસ ચાલી રહી છે. ભારતમાં એમેજોન પ્રાઇમની શરૂઆત કરવામાં આવી નથી પરંતુ કંપની તેને ભારતમાં એમેજોન નાઉના માધ્યમથી લાવવાની તૈયારીમાં છે. જો એમેજોન નાઉ બેંગ્લોરમાં સફળ રહી તો આશા છે કે કંપની તેને બીજા શહેરોમાં પણ લોન્ચ કરી શકે છે.

You might also like