સામાનની ડિલિવરી માટે ૨૦ બોઈંગ વિમાન લીઝ પર લેશે એમેઝોન

નવી દિલ્હી: એમેઝોન ડોટ કોમ ઇંક ૨૦ બોઈંગ ૭૬૭ ફ્રેટર એરક્રાફટ લીઝ પર લેશે. ગઈ કાલે અાની જાણકારી અેર ટ્રાન્સપોર્ટ સર્વિસીઝ ગ્રૂપ ઇંકે અાપી હતી. ઉલ્લેખનીય છે કે અેમેઝોન એકમાત્ર એવી રિટેલર કંપની છે, જે પોતાનું અેર ડિલિવરી નેટવર્ક સ્થાપિત કરવા જઈ રહી છે.

અા ડીલ એવા સમયે થઈ જ્યારે લાખો અોનલાઈન અોર્ડર્સ પર ઝડપી અને મફત ડિલિવરીની અોફર અાપનાર એમેઝોન ગ્રાહકો સુધી ખૂબ જ ઝડપથી સામાન પહોંચાડવાની કોશિશમાં વ્યસ્ત છે, જેથી તે પોતાના બિઝનેસ પર યોગ્ય નિયંત્રણ કરી શકે. અા ઉપરાંત ઇ-કોમર્સ સેક્ટરની અા દિગ્ગજ કંપની ડ્રન્સ દ્વારા ડિલિવરીઝનું ટે‌િસ્ટંગ પણ કરી રહી છે, પરંતુ હજુ તે અે કહી શકવાની સ્થિતિમાં નથી કે તે ડ્રોનની સેવા ક્યારથી શરૂ કરશે. એટીએસયુઅે કહ્યું કે બોઇંગને પાંચથી સાત વર્ષની લીઝ પર અપાય છે. કરાર મુજબ એમેઝોન પાસે ૯.૭૩ ડોલર પ્રતિશેરના દરથી અેટીઅેસજીના ૧૯.૯ શેરને પાંચ વર્ષ માટે ખરીદવાનો હક હશે.

You might also like