એમેઝોન ફૂડ પ્રોડક્ટના ઈ-રિટેલિંગમાં ૩૩૫૦ કરોડ રોકશે

નવી દિલ્હી: અમેરિકન રિટેલ કંપની એમેઝોન ભારતમાં ફૂડ પ્રોડક્ટના ઇ-રિટેલિંગ માટે ૫૦ કરોડ ડોલર એટલે કે રૂ. ૩૩૫૦ કરોડનું રોકાણ કરશે. આ જાણકારી ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હર્ષ સિમરત કૌર બાદલે આપી છે. ઉલ્લેખનીય છે કે ફૂડ પ્રોડક્ટમાં પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે એમેઝોન ઉપરાંત ગ્રોફર્સ અને બિગ બાસ્કેટે પણ ફૂડ પ્રોડક્ટનું રિટેલ સેક્ટરમાં વેચાણ શરૂ કરવા માટે વિદેશી રોકાણની દરખાસ્તો સુપરત કરી છે. મેટ્રો કેશ એન્ડ કેરીએ પણ ફૂડ પ્રોડક્ટના બિઝનેસમાં રસ દાખવ્યો છે.

બાદલે પત્રકારોને જણાવ્યું હતું કે સરકારે ગઈ સાલ ફૂડ પ્રોડક્ટના બિઝનેસમાં સો ટકા વિદેશી રોકાણની મંજૂરી આપી હતી અને ત્યારબાદ અમને સારી સારી ઓફર્સ મળી છે. એમેઝોને પણ ફૂડ પ્રોસેસિંગના ઇ-રિટેલિંગમાં ઝુકાવવાનો નિર્ણય કર્યો છે અને
રૂ. ૩૩૫૦ કરોડ રોકવાની યોજના તૈયાર કરી છે. એમેઝોન, ગ્રોફર્સ અને બિગ બાસ્કેટ તરફથી થનારા સંભવિત વિદેશી રોકાણ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે આ રકમ ચોક્કસપણે રૂ. ૩૩૫૦ કરતાં વધુ હશે.
http://sambhaavnews.com/

You might also like