જ્યારે Amazonએ પણ ટિ્વટર પર યુવતીને અસલ ફિલ્મી સ્ટાઈલમાં જવાબ આપ્યો

નવી દિલ્હી,: પોતાના ગ્રાહકો સાથે વધારેમાં વધારે જોડાવવા માટે ઈ-કોમર્સ વેબસાઇટ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તાજેતરમાં ટ્વિટર પર એમેઝોનની તરફથી એક યુવતીને આપેલો જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એમેઝોન હેલ્પના ટ્વિટર હેન્ડલ પર એક યુવતીએ એમેઝોનથી પ્રશ્ન પૂછ્યો તો એમેઝોન તરફથી રિપ્લાય આવ્યો કે અમે તમારી શું મદદ કરી શકીએ છીએ. તેના જવાબમાં એ છોકરીએ એક ફિલ્મનું ગીત લખી નાખ્યું તે પછી, એમેઝોને પણ એક મજાની રીતે જવાબ આપ્યો હતો.

બંનેની વચ્ચે થયેલ વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ બની છે. તેના પર લોકો વિવિધ પ્રકારની ટિપ્પણીઓ પણ લખે છે. વાસ્તવમાં, ઈ-કોમર્સ વેબસાઇટના એમેઝોન સહાયની ટ્વિટર હેન્ડલ પર Aditii (@Sassy_Soul_) નામની એક યુવતીને લખ્યું હતું કે, હાય, એમેઝોન તમે સ્વયંને વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ વેબસાઇટ તરીકે ઓળખાવો છો.

પરંતુ કલાકો સુધી હું શોધ કરું છું છતાં પણ મારી પસંદગીની વસ્તુ મને મળતી નથી. ત્યાર બાદ એમેઝોન વતી જવાબ આવ્યો કે અમે ગ્રાહકોની જરૂરિયાતોને સમજવા પ્રયાસ કરી રહ્યા છીએ અને ઉપલબ્ધ એક્સસરિઝની સૂચિ પણ વધારી રહ્યાં છીએ. શું તમે કહી શકો છો કે તમારે શું જોઈએ છે? તેના પર અદિતિએ લખ્યું હતું કે, બસ એક સનમ ચાહિએ, આશિકી કે લીએ.

તે પછી એમેઝોનનું ટ્વિટર એકાઉન્ટન હેન્ડલ કરી રહેલા વ્યક્તિએ તરત જ જવાબમાં જાન તેરે નામની ફિલ્મનું એક ગીત છોકરીની ટ્વિટના જવાબ રિપ્લાય કર્યું હતું. એમેઝોન દ્વારા લખવામાં આવ્યુ હતુ કે, યે અક્ખા ઇન્ડિયા જાનતા હે, હમ તુમપે મરતા હે. પછી તો એમેઝોન તરફથી આપવામાં આવેલ ફિલ્મી જવાબ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ
થયો છે.

You might also like