2 ઈંચનો આ ખતરનાક કીડો માણસને પહોંચાડી શકે છે મૃત્યુલોકમાં….

જો તમારા ઘરમાં આ અજીબ અને ખતરનાક કીડો જોવા મળે છે તો સમજી જાઓ કે તમારા પર કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે. તે કીડાને તરત જ ઘરમાંથી કાઢવા માટે અને મદદ માટે બહાર દોડવુ. અહીં તમને જે કીડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેને અડવુ પણ ઘાતક સાબિત થઈ શકે છે.

થોડા સમયથી એક ખબર ઝડપથી વાયરલ થઈ રહી છે. તે ખબર અનુસાર યૂએસના સાઉથ ફ્લોરિડામાં એક એવો કીડો મળ્યો જે માણસને માટે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. આ કીડાનું નામ ‘ન્યૂ ગુનિયા ફ્લેટવોર્મ છે.’ એક રિપોર્ટ પ્રમાણે તેની ગણતરી સંસારના સૌથી ખતરનાક જીવમાં કરવામાં આવે છે.

કહેવામાં આવી રહ્યુ છે કે આ કીડો ફક્ત માણસના શરીરને જ નુક્શાન પહોંચાડે છે તેવું નથી પણ તે વૃક્ષ-છોડ ને પણ બરબાદ કરી મુકે છે. આ કીડાની શોધ મે 2015-16ના મધ્યમાં થઈ હતી. તેની શોધને લઈ 2 અલગ અલગ અભિપ્રાય છે. થોડા સમય પહેલા આ કીડો ફ્લોરિડાના મિયામીમાં જોવા મળ્યો હતો. જ્યાં એક વ્યક્તિ પોતાના બગચામાં ગયો તો તેને બગીચામાં રાખેલા કુંડાની એંદર આ પ્રકારના કીડા દેખાયા હતા.

આ પ્રકાના કીડાથી માણસને ઈન્ફક્શન પણ ખૂબ ઝડપથી ફેલાતુ હોય છે, એટલુ જ નહી, ન્યૂ ગુનિયા ફ્લેટવોર્મની ઉલ્ટી પણ માણસ માટે ખૂબ ખતરનાક સાબિત થતી હોય છે. તેનું ઝહેર માણસને ખરાબ કરી શકે છે.

લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે જ્યારે પણ આ પ્રકારનો કીડો જોવો તો તેને કઈજ ન કરવું સીધું મદદ માટે દોડી જવું. પરંતુ અત્યાર સુધી એ શોધી શકાયુ નથી કે આ કીડા વિશે કેટલી સત્યતા સામે આવી છે કે પછી આ એક વાયરલ ખબર છે.

You might also like