અમાસ ભારે નહીં, શુભ હોય છે, દંપતીઓને અનેક સારા ફળ આપે છે અમાસ

ચંદ્રમાસના કૃષ્ણ પક્ષ કે વદ પક્ષનો પંદરમો દિવસ જે સંપૂર્ણ મહિનાનો છેલ્લો કે ત્રીસમો દિવસ હોય છે. પંચાંગમાં આને ૦)) સંજ્ઞા દ્વારા પણ દર્શાવાય છે. અંગ્રેજીમાં આ દિવસને “ન્યૂ મૂન” અર્થાત “નવ ચંદ્ર” તરીકે ઓળખવામાં આવે છે. સામાન્યરીતે એવી માન્યતા છે કે રાતના સમયે કોઈ યુવતીને એકલા ઘરેથી બહારના મોકલવી જોઈએ.

જૂના સમયમાં એ વાતનું ખૂબ કડકાઈથી પાલન કરવામાં આવતું હતું. સાથે જ અમાસની રાત્રે ખાસ કરીને યુવતીને એકલી બહાર નીકળવાની ના પાડવામાં આવે છે. અમાસની રાત્રે નકારાત્મક શક્તિઓ સક્રિય રહે છે. કોઈ યુવતીને તે ખૂબ જલદી પોતાના પ્રભાવમાં લઈ લે છે.

અમાસની રાત્રે ખોટી શક્તિઓ પોતાના બળમાં રહે છે. આ શક્તિઓને યુવતીઓ સંપૂર્ણ રીતે પ્રભાવિત કરી શકે છે. આ શક્તિઓ પ્રભાવમાં આવ્યા બાદ યુવતીઓનુંમાનસિક સ્તર વ્યવસ્થિત નથી રહેતું અને તેમનામાં મંદબુદ્ધિ થવાનો ખતરો વધીજાય છે.
વિજ્ઞાન અનુસાર અમાસ અને આપણા શરીરનો ઊંડો સંબંધ છે. અમાસનો સંબંધ ચંદ્ર સાથે છે. આપણા શરીરમાં ૭૦ ટકા પાણી છે જે ચંદ્રમાને સીધે સીધું પ્રભાવિત કરે છે. જ્યોતિષમાં ચંદ્રને મનના દેવતા માનવામાં આવે છે.

અમાસના દિવસે ચંદ્ર દેખાય નહીં તો જે લોકો ખૂબ ભાવુક હોય છે તેમનામાં આ વાતનો સર્વાધિક પ્રભાવ પડે છે. યુવતીઓ મનથી ખૂબ ભાવુક હોય છે. જ્યારે ચંદ્ર ન દેખાય તો એવામાં આપણા શરીરના પાણીમાં હલચલ વધી જાય છે. ચંદ્ર આપણા શરીરનાં પાણીને કેટલા પ્રકારે પ્રભાવિત કરે છે એ વાતનું પ્રમાણ છે સમુદ્રનો ઉછાળો. પૂર્ણિમા અને અમાસના દિવસે સમુદ્રમાં સૌથી વધારે હલચલ દેખાય છે કેમ કે ચન્દ્રમા પાણીને પ્રભાવિત કરે છે. દર મહિનાની અંતિમ તિથિ અમાસ કહેવાય છે.

અમાસ એટલે મહિનાના વદ પક્ષની છેલ્લી તિથિ. ઘણા લોકો અમાસને બહુ ભારે કહે છે. જો કોઇ વૃદ્ધ વ્યકિતનો જીવ જતો ન હોય તો લોકોક્તિ એમ કહે છે કે આ અમાસ બહુ ભારે છે. લોકોના અજ્ઞાને અમાસને ભારે કહી છે, પરંતુ અમાસના દિવસે મહાદેવજીનું પૂજન કરવું, પીપળાની જળસહિત ૧૦૮ પ્રદ‌િક્ષણા કરવી. સાથે સાથે ૐ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવો. આમ કરવાથી સુખ, સંપત્તિ, ઐશ્વર્ય, તંદુરસ્તી, દીર્ઘાયુષ્ય તથા આનંદ પ્રાપ્ત થાય છે. આમ તો વદ પક્ષનો છેલ્લો દિવસ એટલે અમાસ. આ દિવસેે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે છે.

ચંદ્રના જે ભાગ ઉપર સૂર્યદેવનો પ્રકાશ પડે તે ભાગ પૃથ્વી ઉપર નથી દેખાતો. જાણે તે દિવસે ચંદ્ર હોય જ નહીં તેમ સૌને લાગે છે. અમાસનો ઉપવાસ (એકટાણું) કરનારનાં સંતાનો સદ્ગુણી બને છે. તે સંતાનો માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે. તેમના જીવનમાં તેઓ માતા-પિતાને જ સર્વોપરિ ગણે છે. જેમને ત્યાં સંતાન ન હોય, માત્રને માત્ર પુત્રી જન્મતી હોય કે માત્ર દીકરા જન્મતા હોય તેઓ શ્રદ્ધા ભાવથી અમાસનો ઉપયોગ કરે, એકટાણું કરે. પીપળે જળ સહિત અમાસને દિવસે ૧૦૮ જળ પ્રદ‌િક્ષણા ૐ નમો ભગવતે વાસુદેવાયના જાપ સહિત કરે તેને ત્યાં પોતાની ઇચ્છા અનુસાર સંતાન થાય છે. અમાસ કરવાથી આ સુખ મળે છે.

જળ પ્રદ‌િક્ષણા કરતી વખતે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી કે, હે લક્ષ્મીપતિ, આપ મારાં સંતાનોને સદ્ગુણી બનાવો. વિવેકી બનાવો. ર૧ અમાસ પડયા વગર આમ કરવાથી જે તે દંપતીનાં સંતાન નમ્ર, વિવેકી તથા સદ્ગુણી બને છે. નિઃસંતાન દંપતીએ ર૧ અમાસ ઉપર મુજબની વિધિથી અવશ્ય કરવી. ર૧ અમાસ પૂરી થતાં તેમને ત્યાં અવશ્ય પારણું બંધાય છે. આ એક અદ્ભુત તથા દિવ્ય પ્રયોગ હોવાથી અત્રે મેં પ્રસ્તુત કર્યો છે. જ્યાં સુધી ઇચ્છિત ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમાસનું વ્રત ચાલુ રાખવું.

કથાઃ અમાવસુ નામના એક પિતૃ સ્વર્ગમાં વસતા હતા. તે ખૂબ જ સંયમી હતા. ઇન્દ્રિયો ઉપર તેમનો જબરદસ્ત અંકુશ હતો. તેમની દસે દસ ઇન્દ્રિય ઉપર તેમનું ખૂબ જ પ્રભુત્વ હતું. અમાવસુ ખૂબ રૂપાળા હતા. એક વખતની વાત છે. અમાવસુ શંકરની પૂજા કરવા પુષ્પ લેવા આકાશમાર્ગે ગમન કરતા હતા. તે વખતે બર્હિષદની માનસ કન્યા જેનું નામ અચ્છોદા હતું. તે અમાવસુને જોઇ ગઇ. અચ્છોદા ખૂબ જ રૂપાળી હતી. તેનામાં સઘળી અપ્સરાઓનું તેજ તથા ક્રાંતિ હતાં.

અપાર રૂપ ધરાવતી અચ્છોદા અમાવસુને જોઇ ખૂબ દ્રવિત થઇ ગઇ. તે અમાવસુ ઉપર મનોમન વારી ગઇ. અચ્છોદા સામે ચાલીને અમાવસુ પાસે ગઇને બે હાથ જોડી વિનયથી અમાવસુ સામે લગ્નનો પ્રસ્તાવ મૂકયો. અચ્છોદાની ગણના ત્રિભુવન મોહિની તરીકે થતી હોવા છતાં તેની પ્રાર્થના અમાવસુએ ન સ્વીકારી. તેણે ખૂબ જ વિનયથી અચ્છોદાના લગ્નનો પ્રસ્તાવ પાછો ઠેલ્યો. અમાવસુનું આ સદાચરણ જોઇ તેના પિતૃ તેના ઉપર ખૂબ ખુશ થઈ વરદાન આપ્યાં. આ બનાવ જે દિવસે બન્યો તે દિવસ અમાસ હતી. •

You might also like