હિઝબુલના આતંકવાદી તૌસિફ શેખે અમરનાથ હુમલાની સાજિશ રચી હતી

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા પર થયેેલા આતંકી હુમલામાં એક મોટો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ૧૬ જૂને જારી કરવામાં આવેલી એક નોંધમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી તૌસિફ શેખ આ પ્રકારના હુમલાની તૈયારી કરી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓના રિપોર્ટમાં એક મહિના અગાઉ તૌસિફને હુમલાનો માસ્ટર માઇન્ડ ગણાવવામાં આવ્યો હતો.

ઇન્ડિયા ટુડેને મળેલી એક નોંધમાં લખ્યું છે કે કાશ્મીર ખીણમાં છેલ્લા કેટલાક સમયથી સતત થઇ રહેલા સીઆરપીએફ અને સુરક્ષા દળો પરના હુમલામાં જૈશ-એ-મોહંમદનો હાથ છે. આ ઉપરાંત લશ્કર-એ-તોઈબાનો બશીર અહેમદ અને તૌસિફ શેખ છેલ્લા એક મહિનાથી મોટા હુુમલાની સાજિશ ઘડી રહ્યા હતા.

અમરનાથના ચાર હુમલાખોરો જંગલમાં છુપાયા છે
જમ્મુ-કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલા અંગે એક રિપોર્ટ કેન્દ્રના ગૃહ મંત્રાલયને મોકલ્યો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે હુમલાખોર આતંકીઓ કુલગામનાં જંગલોમાં છુપાયા છે. આ ચાર આતંકીઓ પૈકી બે પાકિસ્તાની છે અને બે સ્થાનિક છે.

http://sambhaavnews.com/

You might also like