ભૂસ્ખલન અને વરસાદના કારણે અમરનાથ યાત્રા ફરી એકવાર અટકાવાઇ

ખરાબ હવામાન, ભુસ્ખલન અને વરસાદના કારણે અમરનાથ યાત્રા ફરી રોકી દેવામાં આવી છે. પારંપારિક બાલટાલ અને પહલગામ ટ્રેક પર બીજા દિવસે પણ યાત્રા સ્થગિત કરતાં બંને બાજુ અંદાજે 26 હજાર યાત્રીઓ ફસાયા છે. જ્યારે રિયાસતના પ્રવેશદ્વાર લખનપુરથી કાશ્મીર સુધીમાં આ સંખ્યા બમણી થઇ ગઇ છે.

અમરનાથ યાત્રીઓને રોકી દેવામાં આવ્યાં છે. સતત પડી રહેલા વરસાદના કારણે બંને ટ્રેક પર ઘણી બધી જગ્યાઓ પર નુકસાન થયું છે. જેને યુધ્ધના ધોરણ સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બધાની વચ્ચે આઠમાં દિવસે 7540 યાત્રીઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યાં.

આમ અમરનાથના દર્શનનો કુલ આકંડો 68202 સુધી પહોંચી ગયો છે. શ્રી અમરનાથ સાઇન બોર્ડના ચેરમેન અને રાજ્યપાલ એનએન વોહરાએ શુક્રવારનો જમ્મુનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. રાજ્યપાલ આજરોજ બાલટાલ અને ફારવર્ડ કેમ્પની સમીક્ષા કરશે. સોનામાર્ગથી અંદાજે 15 કિલોમીટર દૂર આવેલ બાલટાલ બેઝ કેમ્પમાં યાત્રીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ખરાબ હવામાનના પગલે પગયાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે.

આમ પવિત્ર બાબા અમરનાથની યાત્રા ફરી એકવાર અટકાવવામાં આવી છે. જમ્મૂ-કાશ્મીરના બાલટાલ અને પહલગામમાં પડેલા ભારે વરસાદ બાદ ભૂસ્ખલનન થતાં યાત્રા રોકી દેવામાં આવી છે. જેમાં ઉદ્યમપુરમાં 1978 શ્રધ્ધાળુઓને રોકવામાં આવ્યાં છે.

You might also like