અમરનાથ યાત્રા માટે એક લાખથી વધુ રજિસ્ટ્રેશન થયાં

જમ્મુ: દક્ષિણ કાશ્મીરમાં આવેલ અમરનાથની આ વર્ષે ૨ જુલાઈથી શરૂ થનારી યાત્રા માટે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. અમરનાથ શ્રાઈન બોર્ડના સીઈઓ પી. કે. ત્રિપાઠીએ અત્રે જણાવ્યું હતું કે એડ્વાન્સ રજિસ્ટ્રેશનની સંખ્યા એક લાખથી વધી ગઈ છે. આ રજિસ્ટ્રેશન ૩૨ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલી પંજાબ નેશનલ બેન્ક, જે એન્ડ કે બેન્ક અને યસ બેન્કની ૪૩૨ શાખાઓ દ્વારા કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૪૮ દિવસ ચાલનારી અમરનાથ યાત્રા ૨ જુલાઈના રોજ શરૂ થશે અને ૧૮ ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. તેમણે જણાવ્યું હતું કે બે માર્ગ-બાલતાલ અને પહેલગામ દ્વારા રોજ ૭૫૦૦ યાત્રીઓને યાત્રા પર જવાની મંજૂરી આપવામાં આવશે.

અમરનાથ યાત્રીઓના એડ્વાન્સ રજિસ્ટ્રેશન શરૂ કરવા માટે શ્રાઈન બોર્ડની વેબસાઈટ પર અધિકૃત બેન્ક શાખાઓની યાદી ઉપલબ્ધ છે. સાઈટ પર યાત્રીઓના રજિસ્ટ્રેશન કરાવવાની વિવિધ પ્રકારની પ્રક્રિયા અંગે જાણકારી આપવામાં આવી છે.

You might also like