17 વર્ષ પહેલા પણ થયો હતો આતંકી હુમલો, 30 અમરનાથ યાત્રીઓના થયા હતા મોત

કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સાત શ્રધ્ધાળુઓના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આતંકી હુમલાના કારણે ભાજપ અને પીડીપી નેતૃત્વવાળી રાજ્ય સરકારની પોલ ખોલી દીધી છે. ગુપ્તચર એજન્સીઓ તરફથી અમરનાથ યાત્રીઓ પર આતંકી હુમલા અંગે ઇનપુટ પહેલેથી મળ્યા હતા, પરંતુ રાજ્ય સરાકનાર તમામ દાવાઓ નિષ્ફળ રહ્યા હતા.

કેન્દ્ર સરકાર તરફથી અમરનાથ યાત્રાને લઇને સુરક્ષા વ્યવસ્થાને લઇને મોટા-મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. 25 જુલાઇને રોજ આઇ ઇન્ટેલિજેન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ યાત્રીઓ પર હુમલો થાય તેવી શક્યતા જણાવામાં આવી હતી.

એવુ નથી કે અમરનાથ યાત્રીઓ પર પ્રથમ વાર આતંકી હુમલો થયો હોય. આ અગાઉ પણ 2000માં શ્રધ્ધાળુઓ પર મોટો આતંકી હુમલો થયો હતો. જાણો ક્યારે-ક્યારે અમનાથ યાત્રીઓ પર આતંકીઓ કર્યો હતો હુમલો…
– વર્ષ 2000માં પહલગામ બેસ કેમ્પ પર આતંકીઓએ મોટો હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 30 શ્રધ્ધાળુઓના મોત થયા અને 60થી વધુ ઘાયલ થયા હતા
– વર્ષ 2001માં એક કેમ્પ પર આતંકીઓએ બે હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા જેમાં 12 લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા
– જુલાઇ 2002માં આતંકીઓએ જમ્મુ પાસે યાત્રિઓ પર હેન્ડ ગ્રેનેડ ફેંકી ફાયરિંગ કર્યુ હતુ. જેમાં બે યાત્રીઓના મોત થયા હતા.
– 6 ઓગસ્ટ 2002માં જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓના એક કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 10થી વધારે યાત્રીઓના મોત થયા હતા અને 30થી વધા ઇજાગ્રસ્ત થયા હતા.
– 2006માં આતંકીઓએ ફરી એકવાર અમરનાથ યાત્રીઓ પર હુમલો કર્યો હતો જેમાં એક શ્રધ્ધાળુનું મોત થયુ હતું.
http://sambhaavnews.com/

You might also like