સામે આવ્યો બાબા બર્ફાનીનો પહેલો વીડિયો : ઘરે બેઠા કરો દર્શન

અમદાવાદ : હાલમાં જમ્મુ કાશ્મીર બે મુદ્દે ચર્ચામાં છે. એક તો આતંકવાદી હૂમલાઓ અને બીજુ અમરનાથ યાત્રા. જો કે દર વર્ષે આયોજીત થતી અમરનાથ યાત્રામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. ઉપરાંત દર વર્ષે બાબા બર્ફાનીનો વીડિયો પણ બહાર પાડવામાં આવતો હોય છે. ચાલુ વર્ષે પણ બાબા બર્ફાનીનો આવો જ એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે.

અમરનાથ નહી પહોંચી શકનારા લોકો ઘરે બેઠા પણ બાબા બર્ફાનીનાં દર્શન કરી શકે છે અને પોતાની જાતને ધન્યતાનો અનુભવ કરાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.નોંધનીય છે કે અમરનાથ દર્શન કરવા નહી આવી શકનારા ભક્તો માટે ભારતીય સૈન્ય દ્વારા દર વર્ષે વીડિયો બહાર પાડવામાં આવે છે. જેથી તેઓ ઘરે બેઠા દર્શનનો લહાવો લઇ શકે.

You might also like