અમરનાથ યાત્રાળુઓ પરના હુમલાના વિરોધમાં વલસાડ બંધના અાજના એલાનને મિશ્ર પ્રતિસાદ

અમદાવાદ: કાશ્મીરના અનંતનાગ નજીક અમરનાથના ગુજરાતી યાત્રાળુની બસ પર થયેલા અાંતકી હુમલાના વિરોધમાં જુદી જુદી સંસ્થા ઓ દ્વારા અાજે અપાયેલા વલસાડ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો.  ગુજરાતથી યાત્રાળુ ભરી અમરનાથ જવા રવાના થયેલી ઓમ ટ્રાવેલ્સની લકઝરી બસ પર કાશ્મીરના અનંતનાગ નજીક અાંતકવાદીએ ગોળી વરસાવી હુમલા કરતાં દક્ષિણ ગુજરાતની પાંચ વ્યક્તિ સહિત સાતના મોત થયાં હતાં જ્યારે ૧૮થી વધુને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અમરનાથના યાત્રાળુઓ પર થયેલા હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અા હુમલાના વિરોધમાં વલસાડની જુદી જુદી સંસ્થાઓ અને રાજકીય અાગેવાનો દ્વારા અાજે વલસાડ બંધનું એલાન અાપવામાં અાવ્યું હતું. અા એલાન દરમિયાન અાજે વલસાડના મોટાભાગના બજારો બંધ રહ્યા હતા. જ્યારે પરા વિસ્તારની દુકાનો ખુલી રહી હતી.
વલસાડની મોટાભાગની શાળા-કોલેજો પણ ખુલી હતી.

જ્યારે કેટલાક વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવામાં અાવી હતી. અાજના બંધના એલાન દરમિયાન કોઈ અઘટિત બનાવ ન બને તે હેતુસર સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં પોલીસનો કડક જાપ્તો ગોઠવી સઘન પેટ્રોલિંગ જારી રાખવામાં અાવ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like