આમ્રપાલી ગ્રુપનાં CEO મેનેજિંગ ડાયરેક્ટરની ધરપકડ : મજૂરોએ લગાવ્યો આરોપ

નવી દિલ્હી: દેશની દિગ્ગજ બિલ્ડર કંપની આમ્રપાલીનાં સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટરની ધરપકડ કરી લેવામાં આવ્યા છે. નોએડા એસડીએમની ટીમે તેની ધરપકડ કરી છે. આમ્રપાલી ગ્રુપનાં સીઇઓ રિતિક કુમાર અને મેનેજિંગ ડાયરેક્ટર નિશાંત મુકુલને સોમવારે ધરપકડ કરવામાં આવી છે. રિતિક કુમાર અને નિશાંત મુકુલને મજદૂરોની ફરિયાદ બાદ ધરપકડ કરી લેવામાં આવ્યા છે.

આમ્રપાલિ પ્રોજેક્ટ્સમાં કામ કરનારા મજૂરોનો આરોપ છે કે તેમને કામ કરવાનાં અવેજમાં મજુરી નથી ચુકવવામાં આવી રહ્યું. મજૂરોની ધરપકડ બાદ નોએડા એસડીએમએ સોમવારે સીઇઓ રિતિક કુમાર અને મેનેજિંગ ડાયરેક્ટર નિશાંત મુકુલની ધરપકડ કરી લીધી હતી. હાલ આ મુદ્દે તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, કંપનીનાં સીઇઓ રિતિક કુમાર ગ્રુપનાં એમડી અનિલ શર્માનાં જમાઇ પણ છે.

You might also like