સપામાં ફરી બખેેડોઃ અમરસિંહે રાજીનામું આપવાની ધમકી આપી

લખનાૈ: સમાજવાદી પાર્ટી (સપા)માં એક બાજુ કાકા-ભત્રીજા વચ્ચે ઘમસાણ ચાલી રહ્યું છે તો બીજી બાજુ સાંસદ અમરસિંહે રાજીનામું આપવાની ધમકી આપી છે. અમરસિંહે એવો દાવો કર્યો છે કે બલરામ યાદવ, શિવપાલ યાદવ અને પોતાને અપમાનીત કરવામાં આવી રહ્યા છે.
અમરસિંહને એવું લાગી રહ્યું છે કે રાજ્યસભા બેઠકના બદલામાં તેમને અપમાન મળ્યું છે. મુલાયમસિંહ સાથે વાત કરીને તેઓ હવે આગળની રણનીતિ તૈયાર કરશે.

અમરસિંહે જણાવ્યું છે કે તેઓ પોતાનું રાજીનામંંુ પક્ષના નેતાને નહીં, પરંતુ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ હામિદ અન્સારીને સોંપશે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે અખિલેશ યાદવ પણ મારી સાથે ફોન પર વાત કરતા નથી અને હું જ્યારે પણ તેમને ફોન કરું છું ત્યારે તેમના સચિવ કહે છે કે તમારું નામ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે અને તમારી સાથે વાતચીત કરાવવામાં આવશે, પરંતુ વાતચીત કયારેય થતી નથી. રાજ્યસભાએ અમને મૂક-બધીર કરી દીધા છે.

You might also like