અમરસિંહે મુલાયમ – અખિલેશની આકરી ઝાટકણી કાઢી

નવી દિલ્હી : રાજ્યસભા સાંસદ અમરસિંહ બુધવારે મુલાયમ, અખિલેશ અને આઝમ ખાનની આકરી ઝાટકણી કાઢી હતી. અમરસિંહે સાથે સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં વખાણ પણ કર્યા હતા. તેમણે પોતાની તુલના વેશ્યા સાથે કરી હતી. યુપીનાં વિધ્યાંચલમાં માં વિંધ્યવાસીનીનાં દર્શન કરવા માટે ગયેલા અમરસિંહ સાથે આ પ્રસંગે સપા નેતા અને અભિનેત્રી જયા પ્રદા પણ હાજર હતા.

ચૂંટણી પહેલા જ પાર્ટીમાંથી હાંકી કઢાયેલ અમરસિંહ યાદવે પોતાની તુલના પુત્ર મોહમાં અંધ ધૃતરાષ્ટ્ર સાથે કરી નાખી હતી. ત્યાર બાદ પોતાની તુલના એક વેશ્યા સાથી કરી હતી.જેનો લોકો ભોગ કરે છે પરંતુ તેને સામાજિક માન્યતા નથી આપતા. મુલાયમસિંહે પોતે મને સામેથી આવતા અટકાવ્યા હતા. અને કહ્યું કે જરૂર પડે તો પાછલા દરવાજેથી આવજો. ત્યાર બાદ તેઓ બોલ્યા કે મુલાયમ સાથે મારે કોઇ રાજનીતિક સંબંધ નથી.આત્મસન્માનથી વધારે મારા માટે કાંઇ પણ નથી.

અખિલેશ યાદવની ઝાટકણી કાઢતા કહ્યું કે ગુજરાત તોફાનો કરતા પણ વધારે લોકોનાં મોત મુઝફ્ફરનગર તોફાનોમાં થયા તેમ છતા પણ સેફઇમાં મુખ્યમંત્રી મલ્લિકા શેરાવતનાં ઠુમકાઓ માણી રહ્યા હતા. આઝમ ખાન અંગે તેમણે કહ્યુ કે મહિલાઓ સાથે શું વેર છે. માયાવતી માટે આઝમે કહ્યું કે ફઇ, ભત્રીજો જવાન થઇ ચુક્યો છે. ગોદમાં બેસો મજા આવશે. આઝમ ન તો હિન્દુ છે ન તો મુસલમાન તે પાપી દુરાચારી અને ભ્રષ્ટ વ્યક્તિ છે.

You might also like