ગુંચવાડો યથાવત્ત : અખિલેશે ફરીથી અમરસિંહને ગણાવ્યા ગદ્દાર

લખનઉ : યાદવ પરિવારનો વિવાદ ઉકલવાનું નામ જ નથી લેતો.યુપીના મુખ્યમંત્રી અખીલેશ યાદવે એકવાર ફરીથી બાહરી અમરસિંહ પર શાબ્દિક પ્રહાર કર્યો છે. તેમણે અમરસિંહને પાર્ટીનાં દોસ્તના બદલે દુશ્મન ગણાવ્યા છે. એક ચેનલ સાથેની વાતચીતમાં અખિલેશે જણાવ્યું કે અમરસિંહ દુશ્મનોની જેમ વર્તી રહ્યા છે.

અખિલેશે ઉમેર્યું કે તેઓ એસપીને તુટવા નહી દે. હું પાર્ટી તોડવા નથી જઇ રહ્યો. પરંતુ અમરસિંહને પાર્ટીમાંથી બહાર ન કાઢુ ત્યાં સુધી ચુપ નહી બેસું. અમરસિંહના કારણે કાકા રામગોપાલ યાદવને સપામાંથી હાંકી કઢાયા છે. કારણ કે અમરસિંહ અમારી જ પાર્ટીનાં નેતાઓનું બ્રેઇનવોશ કરી રહ્યા છે.

અખિલેશે જો કે પિતાના વખાણ કરતા કહ્યું કે, આજે તે જે કાંઇ પણ છે પિતાના કારણે જ છે. જો કે અમરસિંહ મારા પિતાની મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. મુખ્યમંત્રી તરીકે મે કેટલાક નિર્ણયો લીધા હતા. પરંતુ અમરસિંહે મારા જ કાકાને મારી વિરુદ્ધ ભડકાવ્યા હતા. સમાચારો અનુસાર 5 નવેમ્બરે પાર્ટીની 25મી વર્ષગાંઠ નિમિતે પણ અખિલેશ અમરસિંહની હાજરી નથી ઇચ્છતા. બીજી તરફ તેઓ હાલ મુલાયમસિંહને મળવા માટે તેમના ઘરે રવાના થયા હતા.

You might also like