મારી લડાઈ જયા બચ્ચન સામે નહીં કે અમિતાભ સામેઃ અમરસિંહ

લખનૌ: અમરસિંહ અને બચ્ચન પરિવાર એક સમયે ઘણા સારા મિત્રો હતા. ત્યાર બાદ બંને વચ્ચે થયેલા મતભેદો પણ જગજાહેર છે. અમિતાભ બચ્ચન તો અમરસિંહની માફી પણ માગી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંહે બરેલીમાં એક પ્રોગ્રામ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારી લડાઈ અમિતાભ બચ્ચન સાથે નહીં, પરંતુ જયા બચ્ચન સાથે છે. અમરસિંહે એમ પણ જણાવ્યું કે ઐશ્વર્યા અને અભિષેક મારા મારે વહુ-દીકરા સમાન જ છે.

અમિતાભ સામે મને કોઈ જ વાંધો નથી, જોકે જયા સાથે તેમને કઈ બાબતે મતભેદ છે તે તેમણે જણાવ્યું નથી. વારંવાર પુછાતા બચ્ચન સાથેના સંબંધો અંગેના પ્રશ્ને તેમણે એમ પણ કહ્યું કે આગળ જતાં હવે તે અમિતાભ અંગેના કોઈ પ્રશ્નનો જવાબ નહીં આપે. સિંહે પીએમ અંગે જણાવ્યું કે મોદીને હું ઈમાનદાર વ્યક્તિ માનું છું, પરંતુ દેશના લોકો એટલે નિરાશ છે, કેમ કે તેમને મોદી પાસેથી ઘણી બધી આશાઓ હતી, જે પૂરી થઈ શકી નથી.

અમરસિંહે કહ્યું કે મોદીના ભાઈ કલાર્ક છે અને માતા એક નાનકડા મકાનમાં રહે છે. વિરોધ પક્ષના લોકોને હજુ સુધી માત્ર ૧૦ લાખના સૂટનો મુદ્દો જ મળી શક્યો છે. સિંહે વધુમાં જણાવ્યું કે મોદી જેટલા સારાં કામ કરે છે, એટલી જ ભાજપના કેટલાક નેતાઓ અણઘડ િનવેદનો આપીને તેમના માટે પરેશાની પેદા કરે છે. એ વાત ન ભૂલવી જોઈએ કે મોદીને મુસ્લિમોએ પણ વોટ આપ્યા છે.

You might also like