મહાસચિવ બન્યા બાદ સપામાં અમરસિંહની સાઈડ ઈફેકટ જોવા મળશે

લખનૌ: ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવ ગઈ કાલ સુધી જે બહારના અંકલ સાથે વાત કરવા પણ માગતા ન હતા તેવા અમરસિંહને મુલાયમસિંહે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવી દીધા છે. અેટલું જ નહિ પણ આગામી યુપી વિધાનસભાની ચૂટંણીમાં તેમને મહત્વની અને મોટી જવાબદારી નિભાવવાની વાત કરવામા આવી છે ત્યારે હવે આગામી દિવસોમાં અમરસિંહની ધમાકેદાર રિએન્ટ્રીની સાઈડ ઈફેકટ પક્ષમાં જોવા મળશે.

રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર મુલાયમસિંહના આવા નિર્ણયથી પાર્ટીમાં નવેસરથી સત્તાના સમીકરણ રચાશે. ખુદ મુખ્યપ્રધાન અખિલેશ પર પણ તેની અસર પડશે. અન્ય મહાસચિવે પ્રો. રામગોપાલ,નરેશ અગ્રવાલ, આજમખાન ઉપરાંત પ્રધાન અરવિંદસિંહ ગોપ પણ અસહજતા અનુભવશે. આ તમામ પરોક્ષ રીતે અમરસિંહના વિરોધી રહ્યા છે. પાર્ટીમાં અને સરકારમાં અમરસિંહના નજીકના ગણાતા લોકોનો કાર્યકાળ પણ પુરો થઈ શકે તેમ છે. આ પ્રકારે શિવપાલ યાદવ અને બેની પ્રસાદ વર્માની સ્થિતિ સારી બનશે. અમરસિંહના નિશાન પર આવનારા નેતાઓ માટે સારી વાત અે છે કે તેઓ બદલાયેલી પરિસ્થિતિઓમાં તમામ અખિલેશ યાદવની લોબીમાં ઊભા છે.

You might also like