કેશલેસ ઇકોનોમીનાં ફાયદા સમજાવવા માટે મહિલાઓને બેસાડો : અમરસિંહ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેશલેસ ડિજિટલ પેમેન્ટ સિસ્ટના મુદ્દે સમાજવાદી પાર્ટીનાં નેતા અમરસિંહે સવાલ ઉઠાવ્યા હતા. સિંહે કહ્યું કે ભારતના લોકોને કેશલેસ કરવા થોડુ અઘરૂ કામ છે. અહીં અમેરિકા અને સિંગાપુર જેવી સિસ્ટમ નથી જ્યાં બાર અને કેસીનોમાં પણ કાર્ડ ચાલતું હોય. સિંહે કહ્યું કે મોદીના આ નિર્ણય લઇને સિંહની સવારી કરી છે. હજી તો 30 દિવસ પસાર થયા છે આપણે 50 દિવસ પુરા થયા બાદ જ કાંઇક કહી શકીએ તેમ છીએ.

અમરસિંહે કહ્યું કે રાજનીતિમાં વપરાતા નાણાની તપાસ થવી જોઇએ, ચુંટણી પંચે આ મુદ્દે ધ્યાન આપવું જોઇએ. બીજી તરફ સિંહે કહ્યું કે કેશલેસ અંગે સમજણ આપવા માટે મહિલાઓની પણ નિમણુંક કરવી જોઇએ. માત્ર ઇનકમ ટેક્સનાં અધિકારીઓથી કામ નહી પુરૂ થાય. સિંહે કહ્યું કે અમારી પાસે તો બ્લેક કાર્ડ છે એવું જ કાર્ડ અરૂણ જેટલી પાસે પણ છે.

અમે તે કાર્ડનો ઉપયોગ કોઇ પણ સ્થળે કરી શકીએ છીએ. અત્રે નોંધનીય છે કે હાલ સરકાર કેશલેસ ઇકોનોમી માટેના પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન મોદી પોતે પણ કેશલેસ ઇકોનોમી અંગે જોર આપી રહ્યા છે અને લોકોને કેશલેસ બનાવવા માટે અપીલ કરી રહ્યા છે

You might also like