અમદાવાદમાં સ્વાઈન ફલુના ૧૦૦ કેસ, ૧૨ લોકોનાં મોત

અમદાવાદ  : સામાન્ય રીતે ઠંડીની મોસમ શરૂ થતાં જ દેખા દેતા સ્વાઈન ફલુના કારણે અમદાવાદ શહેરમાં ચાર મહિનાના સમયગાળામાં કુલ બાર લોકોના મોત થવા પામ્યા છે. જોકે ગત વર્ષે ફેબ્રુઆરી ૨૦૧૫માં એક માત્ર અમદાવાદ શહેરમાં જ ૧૫૦૦ જેટલા કેસો નોંધાવા પામ્યા હતા. તેની તુલનામાં આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં માત્ર ૧૦૦ કેસ જ નોંધાવા પામ્યા છે. આ અંગેની વિગત એવી છે કે, સામાન્ય રીતે ઓક્ટોબર ના અંતભાગમાં  કે નવેમ્બર મહિનાથી ઠંડીની મોસમ શરૂ થતી હોય છે.

ઠંડીની શરૂઆતની સાથે જ સ્વાઈન ફલુ, ડેન્ગ્યુ, ફાલ્સીફેરમ, મેલેરિયા, ચિકનગુનિયા સહિતના રોગના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળતો હોય છે. આ રોગનો ભોગ બનેલાઓને જો સમયસર કે યોગ્ય સારવાર આપવામાં ન આવે તો તેઓ મોતનો શિકાર પણ બનતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડીકલ ઓફિસર હેલ્થ ર્ડા. ભાવિન સોલંકીને પુછવામાં આવતા તેમણે જણાવ્યું છે કે, ગત વર્ષે આ સમયગાળામાં અમદાવાદમાં કુલ ૧૫૦૦ જેટલા કેસ નોંધાયા હતા.

જેની તુલનામાં ૧૩મી ફેબ્રુઆરી સુધીમાં માત્ર ૧૦૦ કેસ જ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં માત્ર ૧૦૦ કેસ જ નોધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં ચાર માસમાં શહેરમાં કુલ-૧૨ લોકોના સ્વાઈન ફલુથી મોત થવા પામ્યા છે. જોકે હવે ગરમીની શરૂઆત થતા સ્વાઈન ફલુ વિદાય લેશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યા છે.

You might also like