પડખાંભેર સૂવાનું રાખશો તો અલ્ઝાઈમર્સ અને પાર્કિન્સન્સ જેવા રોગનો પ્રોગ્રેસ ધીમો પડી શકે

મગજમાં ન્યુરોડીજનરેટિવ પ્રક્રિયાઓ થવાનાં કારણ અનેક છે, પરંતુ એ પ્રક્રિયા ધીમી પડે એ માટે શું કરી શકાય એ બાબતે અનેક સંશોધન થયાં છે. અમેરિકાના નિષ્ણાતોની વાત માનીએ તો આપણે પડખાંભેર સૂવાની આદત પાડી લેવી જોઈએ. જો તમને પેટ અથવા પીઠ પર ઊંધા કે સીધા સૂવાની આદત હોય તો એ જોખમી છે.

એના બદલે ડાબે કે જમણે પડખે સૂવાથી અલ્ઝાઈમર્સ, પાર્કિન્સન્સ અને એના જેવા ન્યુરોડીજનરેટિવ રોગથી રક્ષણ મળી શકે છે. અમેરિકાના અભ્યાસુઓનું કહેવું છે કે પડખે સૂવાથી મગજમાં રાસાયણિક હાનિકારક દ્રવ્યો જમા થવાના બદલે નીકળી જાય છે.

ન્યૂયોર્ક સ્થિત યુનિવર્સિટી ઓફ રોચેસ્ટરના સંશોધકોના મતે માનવ મગજ જાગૃત અવસ્થામાં હોય ત્યારે કાર્ય કરતી વખતે કેટલાંક અપદ્રવ્યો મગજમાં જમા થતાં રહે છે. ઊંઘ દરમિયાન આ અપદ્રવ્યોનો આપમેળે નિકાલ થવાની પ્રક્રિયા આકાર લે છે. એ માટે ગાઢ નિદ્રા અને સૂવાની પોઝિશન બંને મહત્ત્વનો ભાગ ભજવે છે.

You might also like