ટ્રેનમાં મુસાફરી કરતી વખતે રાખો આ નંબર તમારી સાથે

કેટલીક વખત ટ્રેનમાં સફર દરમિયાન આપણને કેટલીક વખત મદદની જરૂર પડે છે. પરંતુ આપણને મૂંઝવણ થાય છે કે એ માટેની ફરીયાદ ક્યાં કરવી? કોઇ મેડિકલ ઇમરજન્સી આવી ગઇ અથવા રેલ્વેની સેવાઓમાં કોઇ કમી આવી ગઇ તો તમે એક ફોન અથવા એસએમએસ કરીને મદદ માંગી શકો છો. બસ તમને જાણ થવી જોઇએ કયા નંબર પર કોલ કરવો અથવા કયા નંબર પર મેસેજ મોકલો.

તમે સીધા રેલ મંત્રીને ફરીયાદ કરી શકો છો, પરંતુ એની પણ એક રીત છે. શું તમે જાણો છો સાફ-સફાઇથી લઇને ઝઘડા લડાઇ સુધીની બાબતો સામે નિપટવા માટે અલગ અલગ નંબર રજૂ કર્યા છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો અથવા તો ટ્રેનમાં સફર કરવા જઇ રહ્યા છો તો આ 8 નંબરો નોટ કરી લો.

1.  182 (રેલ્વે પોલીસ નંબર)
1800-111-322
ચોરી, ઝઘડો અથવા કોઇ પણ પ્રકારનો ગુનો થઇ જવા પર

2.  138 (ઓલ ઇન્ડિયા મેડિકલ હેલ્પલાઇન નંબર)
મેડિકલ ઇમરજન્સી, ફૂડ એન્ડ કેટરિંગ અને સાફ સફાઇ

3.  @RailMin (સીધા રેલ મંત્રાલયને ટ્વિટ કરો)
પીએનઆર નંબર અને ફોન નંબર જરૂર આપો.

4.  1512
ગુનાની ફરિયાદ

5.  9833-331-111
ગુનાની ફરીયાદ (ઓલ ઇન્ડિયા જીઆરપી હેલ્પલાઇન નંબર)

6.  58888 (કોચની સફાઇ માટે)
એસએમએસ કરો clean સ્પેસ આપીને લખો PNR નંબર અને ઉપર જણાવેલા નંબર પર મોકલી દો.

7. 1800-111-321 (જમવાના ક્વોલિટીની ફરીયાદ)
વધારે પૈસા લેવા, જમવાની કિંમત, ખરાબ ક્વોલિટીની ફરીયાદ

8. 139
પીએમઆર સ્ટેટસ, ટ્રેનનો આવવા જવાનો સમય, ભાડુ, એસએમએસથી ટિકીટ અને મીલ ઇન ટ્રેન

You might also like