અલવર મુદ્દોઃ વિપક્ષ પર નકવીનો પલટવાર- ઘટનાને ધર્મ સાથે ન જોડો

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે રાજસ્થાનમાં અલવરની ઘટનાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે એક મંત્રીએ કહ્યું કે આવી કોઇ ઘટના અલવરમાં બની નથી. આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આ કેસને દબાવવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર તે જણાવે કે મંત્રીએ સદનને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. ગૃહમંત્રી આ મામલે જવાબ આપે. આ જવાબમાં અલ્પસંખ્યક મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આ મામલાને કોઇ ધર્મ સાથે ન જોડવામાં આવે.

તેમણે કહ્યું છે કે કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીએ અનેક રાજ્યોના નામ લખ્યા હતા. જેની પર મેં કહ્યું હતું કે રાજ્યોમાં આવી કોઇ જ ઘટના બની નથી. પરંતુ મારૂ માનવું છે કે રાજસ્થાનના અલવરમાં જે ઘટના થઇ છે તેમાં જે પણ દોષિત છે. તેમની વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ. મંત્રીએ કહ્યું છે કે રાજ્યસભામાં જ્યારે રાજસ્થાન, ગુજરાત અને બીજા રાજ્યોને લઇને કહેવામાં આવી રહ્યું હતું. ત્યારે મેં કહ્યું હતું કે આવી કોઇ જ ઘટના બની નથી. વિપક્ષ કહી રહ્યું હતું કે ગુજરાતમાં આગ લાગી છે. મધ્યપ્રદેશ બળી રહ્યું છે. કોંગ્રેસ જેવી રીતે આવા નિવેદનો આપી રહ્યું છે. જેનાથી એવું લાગે છે કે તે રાજ્યોની હાર પચાવી શક્યું નથી.

ઉલ્લેખનિય છે કે રાજસ્થાનના અલવરમાં ગોરક્ષા પર એક વ્યક્તિ સાથે મારામારીનો મામલો સામે આવ્યો હતો. ગાયોની તસ્કરીના આરોપમાં લોકોએ 15 તસ્કરો સાથે ખરાબ રીતે મારામારી કરી હતી. મળતી માહિતી મુજબ મારપીટ કરી રહેલાં લોકો બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચ અને વીએચપી સાથે જોડાયેલા છે.

http://sambhaavnews.com/

You might also like