એલ્યુમિનિયમનાં વાસણોમાં રાંધવાથી બાળકોનો બુદ્ધિઆંક ઘટે

તમે કોઈ ધાતુના વાસણમાં રાંધો છો એની પણ શરીર-મનના સ્વાસ્થ્ય પર અસર પડે છે. વિવિધ ધાતુઓમાં સીસાનું મેળવણ થતું હોય છે જેની માત્રા વધી જાય તો રાંધતી વખતે એ ખોરાકમાં પણ ભળે છે અને શરીર માટે ટોક્સિક અસર પેદા કરે છે. અમેરિકાની એશલેન્ડ યુનિવર્સિટી એન્ડ ઓક્યુપેશનલ નોલેજ ઈન્ટરનેશનલના શોધકર્તાઓએ દસ દેશોમાં એલ્યુમિનિયમમાં બેસ્ટ-સેલિંગ ૪૨ કૂકવેઅરની ટેસ્ટ કરી હતી.અભ્યાસમાં નોંધાયું હતું કે લગભગ ત્રીજા ભાગનાં કુકવેઅરમાં સીસાનું એક્સપોઝર ખૂબ વધુ માત્રામાં હોય છે અને ગરમ થયા પછી ખોરાકમાં બહુ મોટી માત્રામાં એલ્યુમિનિયમ, આર્સેનિક અને કેડમિયલ ધાતુ છોડે છે. એલ્યુમિનિયમનાં રાંધવાનાં વાસણો ભંગારમાંથી ફેંકાયેલી ધાતુઓનાં મિશ્રણમાંથી પણ બનેછે.

http://sambhaavnews.com/

You might also like