અળસીના લાડુ હાર્ટને રાખશે હેલ્ધી

સામગ્રી

4 કપ અળસી

4 કપ ઘઉંનો લોટ

500 ગ્રામ દેશી ઘી

4 કપ ગોળ

100 ગ્રામ કાજૂ

100 ગ્રામ બદામ

1 ચમચી પિસ્તા

1 ચમચી કિશમિશ

100 ગ્રામ ગુંદર

1 ચમચી ઇલાયચી પાવડર

બનાવવાની રીતઃ સૌથી પહેલાં અળસીને સાફ કરી લો. મધ્યમ આંચ પર પેનમાં અળસીને શેકી લો. અળસી કડક થઇ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી ઠંડી થવા માટે મૂકો. ત્યાર બાદ તેને મિક્ચરમાં ક્રશ કરી લો. હવે તે જ પેનમાં બે કપ ઘીમાં ઘઉંનો લોટ એડ કરીને તેને શેકેલી. શેકેલા ઘઉંના લોટને થાળીમાં કાઢો. ગુંદરને બારીક ક્રશ કરીને બચેલા ઘીમાં શેકી લો. લાઇટ બ્રાઉન કલરનો શેકાઇ જાય એટલે તેને પણ થાડીમાં નિકાળી લો. તળેલા ગુંદરને થાળી પર રાખી વેલણથી દબાવીને બારીક કરી લો. ગુંદર તળ્યા પછી બચેલા ઘીમાં ક્રશ કરેલી અળસી ધીમી આંચ પર સુંગધ આવે ત્યાં સુધી શેકતા રહો. ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી થાળીમાં ઠંડું કરવા માટે રાખો. હવે કાજૂ, બદામ અને પિસ્તાના નાના નાના ટૂંકડા કરો. પેનમાં અડધો કપ પાણી અને ગોળ એડ કરીને મધ્યમ આંચ પર રાખો. ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવો અને એક તારની ચાશણી બનાવો. હવે ગેસ બંધ કરી દો.  ચાશણીમાં લોટ, ક્રશ કરેલી અળસી, કટ કરેલા સુક્કા મેવા, ગુંદર અને ઇલાયચી પાવડર એડ કરીને બરોબર મિક્સ કરો. અળસીના આ લાડુ શિયાળા માટે ગુણકારી છે.

You might also like