ઠાકોર સમાજની માગ કરશો પૂર્ણ, તેને ચૂંટણીમાં સાથ આપશે અમારો સમાજઃ અલ્પેશ

વડોદરામાં ઓબીસી એકતા મંચનાં પ્રમુખ અલ્પેશ ઠાકોરે વધુ એક નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે 9 ઓક્ટોમ્બર સુધી ભાજપ અને કોંગ્રેસને ઠાકોર સમાજની માગ સ્વીકારવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

અલ્પેશ ઠાકોરે નિવેદનમાં જણાવ્યું કે,”જે પક્ષ ઠાકોર સમાજની માગ પૂરી કરશે તેની સાથે અમારો સમાજ હંમેશા ચૂંટણીમાં ઉભો રહેશે. 5 ઓક્ટોમ્બર સુધીમાં સરકાર તેમની માગો સ્વીકારે તેવી માગ પણ કરાઈ છે. 9 તારીખે અમદાવાદ ખાતે લાખો ઠાકોરો હાજર રહેશે. આગામી સરકાર સામાન્ય પ્રજા અને ખેડૂતોની હશે તેવી આશા પણ ઠાકોર સમાજે સેવી છે.”

You might also like