અલ્પેશ ઠાકોરનો પ્રદીપસિંહ જાડેજા પર પલટવાર

અમદાવાદઃ યુવાનોની રોજગારીને લઇને ફરી એક વખત અલ્પેશ ઠાકોર સામે આવ્યો છે. તેણે પ્રદીપસિંહ જાડેજા પર પલટવાર કર્યો છે. સાથે જ સરકારના નિવેદનને  દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું છે કે ગુજરાત ઉદ્યોગોને કારણે નહીં પરંતુ  ગુજરાતીઓના કારણે સમૃધ્ધ છે. તાળાબંધી ન કરવી હોય તો સરકાર નોકરીઓની જાહેરાત કરે.

અલ્પેશ ઠાકોરે નેનો પ્રોજેક્ટને તાળાબંદી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં અલ્પશ ઠાકોરે જણાવ્યું હતું કે શિક્ષિત બેરોજગારના આંકડા 12 લાખ છે. લાખો યુવાનો બેરોજગાર છે. કોઇ પણ ઉદ્યોગમાં 85 ટકા નોકરી નથી. સરકારે વહિવટી તંત્ર કામે લગાડી દીધું છે. આવેદન પત્રમાં તમમા મળતયીઓ છે.

અલપેશ ઠાકોરે કહ્યું કે રતન ટાટાએ કહ્યું હતું કે મૂર્ખા હોય તે ગુજરાતમાં રોકાણ કરે. તે જ ટાટાના નેનો પ્લાન્ટને નવ હજાર કરોડની લોન અને પ્રાથમીક સુવિધા આપવામાં આવી.  અલ્પેશ ઠાકરે સરકારના આ રીતના વલણ પર પ્રહારો કરવા સાથે યુવાનોને રોજગારીના મુદ્દાની વાત પ્રેસકોન્ફરન્સમાં કરી હતી. સાથે જ ગુજરાતના યુવાનોને રોજગારી માટે સરકાર યોગ્ય પગલાં નહીં લે તો સાણંદના નેનો કાર પ્લાન્ટને તાળાબંધી કરવાનું અલ્પેશે જણાવ્યું છે.

http://sambhaavnews.com/

You might also like